હળવદ તાલુકા પંચાયતની રણછોડગઢ બેઠક પર યોજાયેલી પેટાચૂંટણીમાં ભાજપે જીત નોંધાવી આમ આદમી પાર્ટી પાસેથી બેઠક પોતાના નામે કરી છે. ભાજપના ઉમેદવાર ભરત નંદેસરિયાએ 135 મતની સરસાઈ સાથે વિજય મેળવ્યો હતો. અગાઉ આ બેઠક આમ આદમી પાર્ટીના કબજામાં હતી. આમ આદમી પાર્ટીના સભ્ય પ્રેમજીભાઈ દઢેયિયાનું માર્ગ અકસ્માતમાં અવસાન થતાં બેઠક ખાલી પડી હતી, જેના પગલે પેટાચૂંટણી યોજાઈ હતી. ચૂંટણી પરિણામ જાહેર થતાં ભાજપના કાર્યકરોમાં આનંદની લાગણી જોવા મળી હતી.

