હળવદ તાલુકામાં સસ્તા ભાવે સોનું-ચાંદી આપવાની લાલચ આપી રૂ. 5 લાખની ઠગાઈનો બનાવ સામે આવ્યો છે. હળવદના સુખપર ગામની સીમમાં રામદેવ હોટલ સામે વેપાન-માવાચાની દુકાન ચલાવતા સવાઈરામ ઉર્ફે પંડિતજી બજરંગલાલ ઉપાધ્યાયે હળવદ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદ મુજબ, રાણપુરના વિજય સોમાભાઈ ભાલિયા અને તેના બે અજાણ્યા સાગરિતોએ રેલવેના ખોદકામ દરમિયાન સોનાનો હાર અને ચાંદીના સિક્કા મળ્યાની વાત કરી તેને બજારભાવ કરતાં 40 ટકા ઓછા ભાવે વેચવાની લાલચ આપી હતી. આ બહાને દુકાન અને હાસલપુર ચોકડી નજીક મળી કુલ ₹5 લાખ મેળવી ખોટો સોનાનો હાર આપીને આરોપીઓ ફરાર થઈ જઈ ફરિયાદી સાથે ઠગાઈ કરી હતી.
ફરિયાદના આધારે હળવદ પોલીસે આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી શોધખોળ શરુ કરી છે.

