હળવદમાં નાણાકીય લેવડદેવડના મનદુઃખને લઈને વૃદ્ધ પર હુમલાની ઘટના સામે આવી છે.
માહિતી મુજબ, હળવદના રોડ પર આવેલ હરીનગર સોસાયટીમાં રહેતા દેવજીભાઈ પરસોત્તમભાઈ લોરીયાએ આરોપી દલીચંદ લોરીયા અને મનીષ લોરીયા સામે હળવદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ, સરા રોડ પર ઉભેલા દેવજીભાઈને બંને આરોપીઓએ રોકી તેમના પુત્ર જયેશ સાથે અગાઉ થયેલી વેપાર અને નાણાકીય લેવડદેવડ અંગે મનદુઃખ રાખી ઢીકા-પાટુનો માર માર્યો હતો. એટલું જ નહીં, અપશબ્દો બોલી જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી.
આ ઘટનાની ફરિયાદના આધારે હળવદ પોલીસે આરોપીઓ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

