HomeGujaratવાંકાનેરના લુણસર ગામે નજીવી બાબતે વૃદ્ધ પર હુમલો

વાંકાનેરના લુણસર ગામે નજીવી બાબતે વૃદ્ધ પર હુમલો

વાંકાનેર તાલુકાના લુણસર ગામમાં છાશની થેલી અને ખીચડી નાખવાની નજીવી બાબતે થયેલી બોલાચાલી ઉગ્ર બનતાં એક યુવક પર લોખંડના ધારીયા વડે હુમલો કરવામાં આવ્યો હતો. હુમલામાં યુવકને માથામાં ગંભીર ઇજાઓ પહોંચી હતી, જ્યારે હાથની આંગળીમાં ફ્રેક્ચર થયું હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. આ મામલે વાંકાનેર તાલુકા પોલીસે એક શખ્સ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

પોલીસ ફરિયાદ મુજબ, લુણસર ગામે રહેતા અને પશુપાલનનો વ્યવસાય કરતા રમેશભાઈ ગેલાભાઈ ધ્રાંગીયાએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, તેમના સાથી રાજાભાઈ વિહાભાઈ સાથે આરોપી દેવશીભાઈ ગામારાએ ઘર નજીક છાશની થેલી અને ખીચડી નાખવાની બાબતે બોલાચાલી કરી હતી. બાદમાં મામલો ઉગ્ર બનતાં આરોપીએ લોખંડના ધારીયા વડે હુમલો કર્યો હતો.

હુમલામાં રાજાભાઈના માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી તેમજ ડાબા હાથની આંગળીમાં ફ્રેક્ચર થયું હતું. ઉપરાંત શરીરના અન્ય ભાગે પણ માર મારી ઈજા પહોંચાડવામાં આવી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ફરિયાદમાં આરોપીએ ગાળાગાળી કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનું પણ જણાવાયું છે.

વાંકાનેર તાલુકા પોલીસે ફરિયાદના આધારે આરોપી દેવશીભાઈ ગામારા સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,660SubscribersSubscribe

TRENDING NOW