HomeGujaratસરકારી શિક્ષિકાને ત્રાસ આપતા સાસરિયા પક્ષના 6 શખ્સો સામે ફરિયાદ દાખલ

સરકારી શિક્ષિકાને ત્રાસ આપતા સાસરિયા પક્ષના 6 શખ્સો સામે ફરિયાદ દાખલ

વાંકાનેરમાં રહેતી અને નવી રાતીદેવળી ગામની સરકારી શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતી 38 વર્ષીય પરવિનબેન અફઝલભાઈ તેરવાડીયાએ પોતાના પતિ સહિત છ સાસરિયાઓ સામે મોરબી મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

ફરિયાદમાં તેમણે આરોપ મૂક્યો છે કે, પતિ અફઝલભાઈ આરીફભાઈ તેરવાડીયા, સસરા આરીફભાઈ ઇસ્માઇલભાઈ તેરવાડીયા, સાસુ મેફુજાબેન આરીફભાઈ તેરવાડીયા, દિયર ઇરફાનભાઈ આરીફભાઈ તેરવાડીયા, દેરાણી રોજમીનબેન ઇરફાનભાઈ તેરવાડીયા તેમજ ફુઆજી સસરા સલીમભાઈ ગનીભાઈ કરગથરા (તમામ રહે. જેતપુર, જિલ્લા રાજકોટ) દ્વારા તેમને વારંવાર નાની-નાની બાબતોમાં હેરાનગતિ કરવામાં આવતી હતી.

ફરિયાદ મુજબ આરોપીઓએ મેણાંટોણાં મારવા તેમજ તેમના પતિને તેના આડા સંબંધમા સાથ આપી શારીરીક અને માનસીક દુ:ખ ત્રાસ આપતા હોવાની ફરિયાદ નોધાવતા પોલીસે આરોપીઓ વિરુદ્ધ ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,490SubscribersSubscribe

TRENDING NOW