HomeGujaratમોરબીમાં જુગાર રમતા 6 શખ્સો ઝડપાયા

મોરબીમાં જુગાર રમતા 6 શખ્સો ઝડપાયા

મોરબી શહેરના બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ આવેલા વૈભવ હાઇટ્સના ટાવર-સીમાં એલસીબીની ટીમે સફળ દરોડો પાડી જુગાર રમતા છ શખ્સોને ઝડપી પાડ્યા છે. પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે બીજા માળે આવેલા ફ્લેટ નંબર 204માં કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે, ફ્લેટમાં રહેતા અમીત મનુભાઈ ઠોરીયા બહારથી લોકોને બોલાવી તીનપત્તીનો જુગાર રમાડતા હતા અને તેના બદલામાં પોતાના અંગત લાભ માટે નાલ વસૂલતા હતા. બાતમીના આધારે એલસીબીની ટીમે સ્થળ પર દરોડો પાડતાં જુગાર રમતા કુલ છ વ્યક્તિઓને રંગેહાથ ઝડપી પાડ્યા હતા.

પકડાયેલા આરોપીઓમાં અમીત મનુભાઈ ઠોરીયા, ફ્લેટના માલિક પરેશભાઈ દયાળજીભાઈ પારેખ, રમેશભાઈ શામજીભાઈ જીવાણી, હાર્દિકભાઈ પ્રાણજીવનભાઈ ગોરીયા, દિલીપભાઈ રતનભાઈ સંગાડા અને જીતેશભાઈ નાથાભાઈ ઝાલાનો સમાવેશ થાય છે.

પોલીસે સ્થળ પરથી રોકડ રૂપિયા 1,18,500 સહિતનો મુદ્દામાલ કબજે કર્યો અને તમામ આરોપીઓ સામે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જુગારધારા હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

 

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,490SubscribersSubscribe

TRENDING NOW