મોરબી જિલ્લામાં આવેલ જુના સાદુળકા પાસે આવેલ મચ્છુ-3 ડેમની ઉપરવાસમાં પાણીની આવક ચાલુ હોય, ડેમની સંગ્રશકિતના 100% ડેમ ભરાય ગયેલ છે. જેથી મચ્છુ-3 ડેમના 2 દરવાજા 1 ફૂટ ખોલવામાં આવ્યો. તેમજ ડેમની ઉપરવાસની પાણીની આવક ચાલુ છે, આથી ડેમના નીચવાસના ગામો જેવા કે,
મોરબી તાલુકના (1) ગોર ખીજડીયા (2) વનાળિયા (3) માનસર (4) નારણકા (5) નવા સાદુળકા (6)જુના સાદુળકા (7) રવાપર (નદી) (8) ગુંગણ (9) જુના નાગડાવાસ (10) નવા નાગડાવાસ (11) અમરનગર (12) બહાદુરગઢ (13) સોખડા
તેમજ માળીયા તાલુકાના (1)દેરાળા (2)મેઘપર (3) નવાગામ (4)રાસંગપર (5) વિરવદરકા (6) ફતેપર (7) હરીપર (8) માળીયા (મી) આ ગામના લોકોને નદીના પટમાં અવરજવર ન કરવા અને માલ મિલકતને સલામત સ્થળે ખસેડી લેવા તેમજ ઢોર ઢાંકરને નદીના પટમાં ન જવા દેવા સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે.

