HomeGujaratબળાત્કાર કેસમાં આજીવન કેદની સજા ભોગવતો પેરોલ જમ્પ કરનાર કેદી મોરબીમાંથી ઝડપાયો

બળાત્કાર કેસમાં આજીવન કેદની સજા ભોગવતો પેરોલ જમ્પ કરનાર કેદી મોરબીમાંથી ઝડપાયો

મોરબી એલસીબી અને પેરોલ-ફર્લો સ્કવોડે હળવદ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા બળાત્કારના ગુનામાં આજીવન કેદની સજા ભોગવી રહેલા અને પેરોલ જમ્પ કરનાર કેદીને ઝડપી પાડ્યો છે.

પ્રાપ્ત વિગતો મુજબ, જુસબ ઉર્ફે અચો ઉર્ફે અસલમ સલીમભાઈ નારેજા (ઉ.વ. 31), રહે. ભવાનીનગર, લાંબી ડેરી ઢોરો વિસ્તાર, હળવદ, બળાત્કારના ગુનામાં નામદાર સેશન્સ કોર્ટ, મોરબી દ્વારા આજીવન કેદની સજા ફટકારવામાં આવતા રાજકોટ જિલ્લા જેલમાં પાકા કામના કેદી તરીકે સજા ભોગવી રહ્યો હતો.

આરોપીએ નામદાર હાઈકોર્ટમાંથી નવ દિવસની વચગાળાની જામીન રજા મેળવી જેલમુક્તિ મેળવી હતી. જોકે, તા. 19 જૂન, 2026ના રોજ જેલમાં પરત હાજર થવાનું હોવા છતાં તે હાજર રહ્યો ન હતો અને પેરોલ જમ્પ કરી ફરાર થઈ ગયો હતો.

દરમિયાન એલસીબી અને પેરોલ-ફર્લો સ્કવોડને મળેલી ખાનગી બાતમીના આધારે આરોપી મોરબીના કાલિકા પ્લોટ વિસ્તારના સાયન્ટિફિક રોડ પાસે હાજર હોવાનું જાણવા મળતા પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી તેને ઝડપી પાડ્યો હતો.

પોલીસે આરોપીની અટકાયત કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે તેમજ તેને રાજકોટ જિલ્લા જેલના હવાલે કરવા માટે તજવીજ હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,460SubscribersSubscribe

TRENDING NOW