HomeGujaratમોરબી: વિવિધ માંગણીઓને લઈને પોસ્ટલ કર્મચારીઓનો વિરોધ: કાળી પટ્ટી ધારણ કરી ફરજ...

મોરબી: વિવિધ માંગણીઓને લઈને પોસ્ટલ કર્મચારીઓનો વિરોધ: કાળી પટ્ટી ધારણ કરી ફરજ બજાવી

મોરબી જિલ્લાના ભારતીય યુનિયનના પોસ્ટલ કર્મચારીઓએ ભારતીય ફેડરેશન યુનિયનના આહ્વાનને અનુસરી પોતાની વિવિધ માંગણીઓને લઈને આજથી વિરોધ કાર્યક્રમની શરૂઆત કરી છે. કર્મચારીઓએ કાળી પટ્ટી ધારણ કરી ફરજ બજાવી વિરોધ નોંધાવ્યો હતો.

કર્મચારીઓના જણાવ્યા મુજબ વિભાગ દ્વારા નાના કર્મચારીઓ પર ટાર્ગેટના નામે દબાણ અને શોષણ કરવામાં આવી રહ્યું છે. કર્મચારીઓને પોતાના ખર્ચે ખાતાઓ ખોલાવી ટાર્ગેટ પૂર્ણ કરવા માટે મજબૂર કરવામાં આવતા હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે. ઉપરાંત પોસ્ટ વિભાગને ખાનગીકરણ તરફ દોરી જતી નીતિઓનો પણ કર્મચારીઓએ વિરોધ વ્યક્ત કર્યો છે.

યુનિયન દ્વારા પોસ્ટ ઓફિસથી 20 કિલોમીટરના વિસ્તારમાં એક જ આઈડીસી ઓફિસ મારફતે ડિલિવરી કરવાની નીતિ સહિત કુલ નવ માંગણીઓ રજૂ કરવામાં આવી છે. આ માંગણીઓના સમર્થનમાં કર્મચારીઓ 27 જુલાઈ સુધી કાળી પટ્ટી ધારણ કરી વિરોધ પ્રદર્શન ચાલુ રાખશે.

જો આ સમયગાળા દરમિયાન માંગણીઓનો ઉકેલ નહીં આવે તો આગામી 5 ઓગસ્ટના રોજ એક દિવસની હડતાળ યોજવામાં આવશે. ત્યારબાદ પણ યોગ્ય નિર્ણય નહીં લેવાય તો 18 ઓગસ્ટથી અનિશ્ચિત મુદતની હડતાળ પર જવાની ચીમકી ઉચ્ચારવામાં આવશે તેવી ભારતીય યુનિયનના પી-4 ગુજરાત સર્કલ સેક્રેટરી પ્રભાતભાઈ ડાંગરે યાદી માં જણાવેલ છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,460SubscribersSubscribe

TRENDING NOW