મોરબી શહેર એ-ડિવિઝન પોલીસની ટીમ પેટ્રોલિંગ દરમિયાન વાવડી રોડ પર આવેલી માણેક સોસાયટી-2 ખાતે બાતમીના આધારે દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન આરોપી ગીરઝાબેન મનસુખભાઈ પોપટના નિવાસસ્થાને તીનપત્તીનો જુગાર રમાતો હોવાનું સામે આવ્યું હતું.
પોલીસે સ્થળ પરથી કુલ 11 મહિલાઓને ઝડપી પાડી હતી. ઝડપાયેલા આરોપીઓમાં ગીરઝાબેન મનસુખભાઈ પોપટ, નીરૂબેન બાબુભાઈ મકવાણા, લીલાબેન ઉર્ફે લતાબેન ગોવિંદભાઈ હરસધિયા, મનીષાબેન ઇન્દુલાલ કાનાણી, ભાવનાબા ભરતસિંહ જાડેજા, હેતલબેન ભુપેન્દ્રભાઈ સિદ્ધપુરા, જોશ્નાબેન દશરથભાઈ સાવરિયા, અંજુબા ભરતસિંહ ઝાલા, સંગીતાબેન રમેશભાઈ કાસુન્દ્રા તેમજ જયશ્રીબા યુવરાજસિંહ ઝાલા સહિતની મહિલાઓનો સમાવેશ થાય છે.
પોલીસે દરોડા દરમિયાન સ્થળ પરથી રૂ. 39,100 ની રોકડ રકમ કબજે કરી તમામ આરોપીઓ વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

