HomeGujaratમોરબી જિલ્લામાં મહિલા સુરક્ષા માટે POSH Act અંતર્ગત જાગૃતિ અભિયાન યોજાયું

મોરબી જિલ્લામાં મહિલા સુરક્ષા માટે POSH Act અંતર્ગત જાગૃતિ અભિયાન યોજાયું

મોરબી જિલ્લામાં મહિલાઓ માટે સુરક્ષિત, સન્માનજનક અને સમાનતાપૂર્ણ કાર્યસ્થળનું નિર્માણ થાય તે હેતુસર જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેના માર્ગદર્શન હેઠળ વિશેષ જાગૃતિ અભિયાન યોજવામાં આવ્યું હતું. આ અભિયાન અંતર્ગત જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા તા. 16 થી 30 જૂન દરમિયાન વિવિધ સરકારી કચેરીઓમાં તાલીમ અને જાગૃતિ સેમિનારોનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમો જિલ્લા પંચાયત, પોલીસ અધિક્ષક કચેરી, મહાનગરપાલિકા કમિશનરની કચેરી તેમજ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીની કચેરી ખાતે યોજાયા હતા. સેમિનારમાં “કામકાજના સ્થળે મહિલાઓની જાતીય સતામણી (અટકાવ, પ્રતિબંધ અને ફરિયાદ નિવારણ) અધિનિયમ-2013 (POSH Act)” અંગે અધિકારીઓ અને કર્મચારીઓને વિગતવાર માહિતી આપવામાં આવી હતી.

કાયદાકીય નિષ્ણાતોએ POSH Actની વિવિધ જોગવાઈઓ, આંતરિક ફરિયાદ સમિતિ (ICC)ની રચના, ફરિયાદ નિવારણની ગોપનીય પ્રક્રિયા તેમજ લિંગ સંવેદનશીલતા જેવા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

આ ઉપરાંત મિશન શક્તિ, સંકલ્પ હબ, 181 મહિલા હેલ્પલાઈન, વન સ્ટોપ સેન્ટર અને શી-બોક્સ પોર્ટલ જેવી મહિલા સુરક્ષા અને સશક્તિકરણ સંબંધિત સરકારી યોજનાઓ વિશે પણ વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.

કાર્યક્રમના અંતે ઉપસ્થિત અધિકારીઓ અને કર્મચારીઓએ કાર્યસ્થળને મહિલાઓ માટે વધુ સુરક્ષિત, સમાનતા આધારિત અને સન્માનજનક બનાવવા કાયદાનું ચુસ્ત પાલન કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.

જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરીએ જણાવ્યું છે કે આગામી સમયમાં પણ જિલ્લાના તમામ વિભાગોમાં આવા જાગૃતિ કાર્યક્રમોનું સતત આયોજન કરવામાં આવશે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,460SubscribersSubscribe

TRENDING NOW