HomeGujaratમોરબીમાં કબીર ટેકરી વિસ્તારમાં જાહેરમાં જુગાર રમતા 4 શખ્સો ઝડપાયા

મોરબીમાં કબીર ટેકરી વિસ્તારમાં જાહેરમાં જુગાર રમતા 4 શખ્સો ઝડપાયા

મોરબી સિટી એ-ડિવિઝન પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન કબીર ટેકરી વિસ્તારમાં કેટલાક શખ્સો જાહેરમાં જુગાર રમી રહ્યા હોવાની જાણ થઈ હતી.

બાતમીના આધારે પોલીસે સ્થળ પર પહોંચી દરોડો પાડતા રવિભાઈ રમેશભાઈ અગેચણિયા, હાજીભાઈ મુસાભાઈ ખુરેશી, જુનેદભાઈ ખુરેશી તથા રવિભાઈ ડોડિયા (તમામ રહે. કબીર ટેકરી, મોરબી)ને જુગાર રમતા ઝડપી પાડ્યા હતા.

પોલીસે આરોપીઓ પાસેથી રૂ. 3,200ની રોકડ રકમ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને તમામ આરોપીઓ વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,460SubscribersSubscribe

TRENDING NOW