HomeGujaratહળવદના દેવળીયા ગામે મોબાઇલ ચોરીની અદાવતમાં યુવકો પર ઘાતક હુમલો, ચાર શખ્સો...

હળવદના દેવળીયા ગામે મોબાઇલ ચોરીની અદાવતમાં યુવકો પર ઘાતક હુમલો, ચાર શખ્સો સામે ફરિયાદ

હળવદ તાલુકાના નવા દેવળીયા ગામમાં મારામારીની ઘટના સામે આવી છે. ગામના રહેવાસી મેહુલભાઈ દેવશીભાઈ વડેચા (ઉંમર 23 વર્ષ) દ્વારા આરોપી ફિરોજ ઇસાભાઇ મિયાણા, વિરલ રતીલાલ મિસ્ત્રી, યુવરાજસિંહ ચકુભા દરબાર અને એક અજાણ્યો ઇસમ સામે હળવદ પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં છે. ફરિયાદ મુજબ, ફરિયાદીના ભાઈ રાહુલભાઈ અને આરોપી ફિરોજ ઇશાભાઈ મિયાણા તેમજ વિરલ રતિલાલ મિસ્ત્રી વચ્ચે મોબાઇલ ચોરીના મુદ્દે અગાઉ બોલાચાલી અને ઝઘડો થયો હતો.

આ અગાઉ થયેલી તકરારનો મનદુઃખ રાખી ફિરોજ, વિરલ, યુવરાજસિંહ ચકુભા દરબાર અને અન્ય એક અજાણ્યા વ્યક્તિએ ભેગા મળી ફરિયાદીના ઘર નજીક પહોંચી ગાળાગાળી શરૂ કરી હતી. ત્યારબાદ આરોપીઓએ ફરિયાદી અને તેમના સાથીઓ સાથે મારામારી કરી હતી.

ફરિયાદ અનુસાર, આરોપી ફિરોજે લાકડાના ધોકાથી મેહુલભાઈના માથાના ભાગે ઈજા પહોંચાડી હતી, જ્યારે આરોપી યુવરાજસિંહે છરી વડે તેમના સાથી વિપુલભાઈના પડખાના ભાગે ઘા મારી ઈજા પહોંચાડી હતી. ઉપરાંત અન્ય આરોપીઓએ પણ પોતાની પાસે રહેલા લાકડાના ધોકા, લોખંડના પાઈપ અને છરી જેવા હથિયારો વડે ફરિયાદી તથા તેમના સાથીદારો પર હુમલો કર્યો હતો.

આ હુમલામાં સાથી કમલેશભાઈને મોઢાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી અને ફ્રેક્ચર જેવી સ્થિતિ સર્જાઈ હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. આરોપીઓએ હુમલા દરમિયાન જાનથી મારી નાખવાની ધમકીઓ પણ આપી હતી.

આ ઘટનાની ફરિયાદના આધારે હળવદ પોલીસે તમામ આરોપીઓ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,460SubscribersSubscribe

TRENDING NOW