હળવદ પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે ટાઉન વિસ્તારમાં આવેલી એક વાડીમાં દરોડો પાડવામાં આવ્યો હતો. દરોડા દરમિયાન કેટલાક શખ્સો જાહેરમાં જુગાર રમતા હોવાનું સામે આવ્યું હતું.
પોલીસે કાર્યવાહી દરમિયાન જીતેન્દ્રસિંહ હિંમતસિંહ પરમાર, લગધીરસિંહ હનુભા ઝાલા, પ્રકાશભાઈ દિનેશભાઈ અદગામા, કાળુભાઈ રત્નાભાઈ કણઝરીયા, મહેશભાઈ ટીનાભાઈ થરેસા, અનિલભાઈ જયંતીભાઈ સનુરા, સુરેશભાઈ સિંધાભાઈ ભદ્રેશિયા, રાજુભાઈ સમરથભાઈ કાંકરેચા, જેસીંગભાઈ કરણાભાઈ ભુંભરીયા અને ઝાલાભાઈ હિન્દુભાઈ જાદવ સહિત કુલ 10 આરોપીઓને ઝડપી પાડ્યા હતા.
પોલીસે આરોપીઓ પાસેથી રૂ. 1,03,300ની રોકડ રકમ કબજે કરી હતી. સમગ્ર મામલે તમામ આરોપીઓ વિરુદ્ધ જુગાર ધારા હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.

