HomeGujaratમોરબી મનપાની ફૂડ શાખાની કાર્યવાહી: 40થી વધુ ખાણીપીણીની દુકાનોમાં ચકાસણી

મોરબી મનપાની ફૂડ શાખાની કાર્યવાહી: 40થી વધુ ખાણીપીણીની દુકાનોમાં ચકાસણી

મોરબી મહાનગરપાલિકાની ફૂડ શાખા દ્વારા શહેરમાં ખાદ્ય સુરક્ષા અને સ્વચ્છતા જાળવવાના હેતુથી વિવિધ ખાણીપીણી અને ફરસાણની દુકાનોમાં સઘન ચકાસણી હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન નવલખી રોડ, મહેન્દ્રનગર રોડ અને અવનિ ચોકડી સહિતના વિસ્તારોમાં કુલ 40 જેટલી પેઢીઓનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. તપાસ દરમિયાન અનેક સ્થળોએ ખાદ્ય પદાર્થોની ગુણવત્તા અને સ્વચ્છતા બાબતે ગંભીર બેદરકારી સામે આવતા સંબંધિત વેપારીઓ સામે કાર્યવાહી કરવામાં આવી હતી.

નવલખી રોડ પર આવેલી પશુપતિનાથ ચાઈનીઝ ફૂડ દુકાનમાં વાસી નૂડલ્સ, ફૂડ કલર તેમજ અનહાઈજેનિક પરિસ્થિતિ જોવા મળી હતી. ઉપરાંત દુકાન પાસે ફૂડ લાયસન્સ પણ ન હોવાનું સામે આવતા મનપાની ટીમે ગ્રીન નોટિસ ફટકારી હતી.

રવાપર ચોકડી નજીક આવેલી ગુરુજી ફાસ્ટફૂડમાં તપાસ દરમિયાન વાસી ચટણી, ગ્રેવી, નૂડલ્સ અને ફૂડ કલર મળી આવતા આ તમામ સામગ્રીનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો.

આ ઉપરાંત સાઇઝ ઝીરો કેફેમાં એક્સપાયરી તારીખ વગરના પાઉં અને પિઝા બેઝ મળી આવતા તેને પણ નષ્ટ કરવામાં આવ્યા હતા. જ્યારે ચેતના સ્વીટ એન્ડ નમકીનમાં તારીખ વગરના નમકીનના પેકેટ મળી આવતા મનપાની ટીમે તેનો પણ સ્થળ પર નાશ કર્યો હતો.

ફૂડ શાખાના અધિકારીઓએ જણાવ્યું હતું કે, જ્યાં ફૂડ લાયસન્સનો અભાવ અથવા અનહાઈજેનિક પરિસ્થિતિ જોવા મળી હતી તેવી તમામ પેઢીઓને નોટિસ પાઠવવામાં આવી છે. સાથે જ વેપારીઓને ચેતવણી આપવામાં આવી છે કે ભવિષ્યમાં આવી બેદરકારી સામે વધુ કડક કાર્યવાહી કરવામાં આવશે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,460SubscribersSubscribe

TRENDING NOW