HomeGujaratવાંકાનેરના જાંબુડીયા ગામમાં જુગારધામ પર દરોડો: રૂ. 1.05 લાખ સાથે પાંચ જુગારીઓ...

વાંકાનેરના જાંબુડીયા ગામમાં જુગારધામ પર દરોડો: રૂ. 1.05 લાખ સાથે પાંચ જુગારીઓ ઝડપાયા

વાંકાનેર તાલુકા પોલીસની સર્વેલન્સ ટીમે પેટ્રોલિંગ દરમિયાન વીડી જાંબુડીયા ગામની ખાંભાવાળી ધાર વિસ્તારમાં જાહેરમાં રમાતા જુગાર પર દરોડો પાડી પાંચ શખ્સોને ઝડપી પાડ્યા છે. પોલીસે સ્થળ પરથી ગંજીપત્તાના પાનાં અને રોકડ સહિત કુલ રૂ. 1.05 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.

મળતી માહિતી મુજબ, સર્વેલન્સ ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમી મળી હતી કે વીડી જાંબુડીયા ગામની સીમમાં આવેલી વિશાલભાઈ રાણાભાઈ કાંજીયાની વાડી નજીક કેટલાક લોકો રોકડ રકમના હાર-જીતના દાવ પર જુગાર રમી રહ્યા છે. બાતમીના આધારે પોલીસે તાત્કાલિક સ્થળ પર દરોડો પાડ્યો હતો.

પોલીસ કાર્યવાહી દરમિયાન પાંચ શખ્સો જાહેરમાં ગંજીપત્તાના પાનાં વડે જુગાર રમતા ઝડપાઈ ગયા હતા. પકડાયેલા આરોપીઓમાં વિશાલભાઈ રાણાભાઈ કાંજીયા, હમીરભાઈ હિરાભાઈ ગામારા, જગમાલભાઈ રણછોડભાઈ શેટાણિયા, વિપુલભાઈ ગોરધનભાઈ કાંજીયા અને દશરથભાઈ દિનેશભાઈ કાંજીયાનો સમાવેશ થાય છે.

પોલીસે આરોપીઓ પાસેથી રોકડ રકમ સહિત કુલ રૂ. 1,05,000નો મુદ્દામાલ જપ્ત કરી તમામ આરોપીઓ વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ કાર્યવાહીથી વાંકાનેર તાલુકા સર્વેલન્સ ટીમને જુગારધારા હેઠળ વધુ એક નોંધપાત્ર કેસ ઉકેલવામાં સફળતા મળી છે.

Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,680SubscribersSubscribe

TRENDING NOW