HomeGujaratમોરબી વાવડી નજીક તીનપત્તીના જુગાર પર પોલીસનો દરોડો: ત્રણ મહિલા સહિત પાંચ...

મોરબી વાવડી નજીક તીનપત્તીના જુગાર પર પોલીસનો દરોડો: ત્રણ મહિલા સહિત પાંચ જુગારીઓ ઝડપાયા

મોરબી સિટી એ-ડિવિઝન પોલીસ દ્વારા પેટ્રોલિંગ દરમિયાન વાવડી ગામ નજીક આવેલી જેક્સવિલા સોસાયટી વિસ્તારમાં જાહેરમાં તીનપત્તીનો જુગાર રમાતો હોવાની માહિતી મળતા તાત્કાલિક દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

પોલીસ સ્થળ પર પહોંચી ત્યારે કેટલાક શખ્સો રોકડ રકમના હારજીતના દાવ પર તીનપત્તી રમી રહ્યા હોવાનું સામે આવ્યું હતું. પોલીસે દરોડો પાડી ત્રણ મહિલા સહિત કુલ પાંચ જુગારીઓને રંગેહાથ ઝડપી પાડ્યા હતા. આ કાર્યવાહી દરમિયાન પોલીસે સ્થળ પરથી રૂ. 12,700ની રોકડ રકમ કબજે કરી હતી અને જુગારમાં ઉપયોગમાં લેવાતી સામગ્રી પણ જપ્ત કરી હતી.

પકડાયેલા આરોપીઓમાં અરવિંદભાઈ અવધેશભાઈ તિવારી, ક્રિષ્નાભાઈ બલદાવ શુક્લા, સોનલબેન ઉર્ફે સંગીતાબેન કરશનભાઈ કાથરાણી, મેરૂબેન સલીમભાઈ પંજવાણી અને સરોજબેન રાજેશભાઈ પરમારનો સમાવેશ થાય છે.

મોરબી સિટી ‘એ’ ડિવિઝન પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી વધુ તપાસ અને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,460SubscribersSubscribe

TRENDING NOW