HomeGujaratહળવદના કિડી ગામમાં ચાલતા જુગારધામ પર પોલીસનો દરોડો, 6 શખ્સો રંગેહાથ ઝડપાયા

હળવદના કિડી ગામમાં ચાલતા જુગારધામ પર પોલીસનો દરોડો, 6 શખ્સો રંગેહાથ ઝડપાયા

હળવદ પોલીસને મળેલી બાતમીના આધારે કિડી ગામમાં જુગાર રમાતો હોવાની માહિતી મળતા પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે કિડી ગામમાં આવેલી એક વાડીમાં દરોડો પાડી જુગાર રમતા છ શખ્સોને રંગેહાથ ઝડપી પાડ્યા હતા.

પોલીસ તપાસ દરમિયાન આરોપીઓ ગંજીપાનાં વડે રોકડ રકમના હાર-જીતના દાવ પર જુગાર રમતા હોવાનું સામે આવ્યું હતું. દરોડા દરમિયાન પોલીસે સ્થળ પરથી કુલ રૂ. 56,600ની રોકડ રકમ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પકડાયેલા આરોપીઓમાં રણજીતસિંહ અજીતસિંહ ઝાલા, લખનસિંહ બટુકસિંહ ઝાલા, રમેશભાઈ બચુભાઈ મહાલીયા, રાણાભાઈ વિરમભાઈ ઉઘરેજા, દશરથસિંહ મનહરસિંહ ઝાલા અને મુકેશભાઈ જાદવજીભાઈ ફુલતરીયાનો સમાવેશ થાય છે. તમામ આરોપીઓ હળવદ તાલુકાના વિવિધ ગામોના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે.

હળવદ પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,460SubscribersSubscribe

TRENDING NOW