HomeGujaratમોરબીની રામનગર સોસાયટી વિસ્તારમાં જુગાર રમતા છ આરોપીઓ ઝડપાયા

મોરબીની રામનગર સોસાયટી વિસ્તારમાં જુગાર રમતા છ આરોપીઓ ઝડપાયા

મોરબી શહેરના નવલખી રોડ પર આવેલી રામનગર સોસાયટી વિસ્તારમાં જાહેરમાં જુગાર રમાતો હોવાની મળેલી બાતમીના આધારે મોરબી એલસીબી અને પેરોલ ફર્લો સ્ક્વોડે સંયુક્ત કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે દરોડો પાડતા સ્થળ પરથી છ શખ્સોને જુગાર રમતા રંગેહાથ ઝડપી પાડ્યા હતા.

પકડાયેલા આરોપીઓમાં ભરતસિંહ મદારસિંહ પરમાર, રાજેન્દ્રસિંહ કનુભા ઝાલા, વિપુલભાઈ રમેશચંદ્ર મહેતા, જેઠુભા હેમુભા રાઠોડ, કમલેશભાઈ મોતીભાઈ મેવાડા અને રાજેન્દ્રસિંહ હનુભા જાડેજાનો સમાવેશ થાય છે. દરોડા દરમિયાન પોલીસે આરોપીઓ પાસેથી રોકડ રૂપિયા 1,21,000 તેમજ જુગારમાં ઉપયોગમાં લેવાતા ગંજીપાનાં સહિત કુલ રૂ. 1,21,000નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

મોરબી સિટી ‘એ’ ડિવિઝન પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,460SubscribersSubscribe

TRENDING NOW