HomeGujaratઉપવાસ દરમિયાન નેહુલ અમૃતિયાની તબિયત લથડી, સારવાર બાદ ડૉક્ટરની સલાહથી પારણા કરાવાયા

ઉપવાસ દરમિયાન નેહુલ અમૃતિયાની તબિયત લથડી, સારવાર બાદ ડૉક્ટરની સલાહથી પારણા કરાવાયા

જેતપર ચાલી રહેલી ઉપવાસ છાવણી દરમિયાન ગઈ રાત્રે આશરે 11 વાગ્યાના સમયે નેહુલ અમૃતિયાની અચાનક તબિયત બગડતાં તેઓ બેભાન થઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં તેમને તાત્કાલિક સારવાર માટે જેતપર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

જેતપર હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર બાદ ફરજ પરના ડૉક્ટરે વધુ સારવાર માટે તેમને તાત્કાલિક મોરબી રિફર કર્યા હતા. ત્યારબાદ 108 એમ્બ્યુલન્સ મારફતે નેહુલ અમૃતિયાને મોરબીની ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં હાલ તેમને આઈસીયુમાં દાખલ કરીને સારવાર આપવામાં આવી રહી છે.

તબીબોની તપાસ દરમિયાન નેહુલ અમૃતિયાની કિડની અને લીવરમાં સોજો હોવાનું સામે આવ્યું હતું. તેમની ગંભીર તબિયતને ધ્યાનમાં રાખીને ડૉક્ટરોએ તાત્કાલિક ઉપવાસ સમાપ્ત કરી પારણા કરવાની સલાહ આપી હતી. ડૉક્ટરોની સલાહને અનુસરી નેહુલ અમૃતિયાને સમજાવી તેમના પારણા કરાવવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,450SubscribersSubscribe

TRENDING NOW