HomeGujaratવાંકાનેરના સતાપર ગામે વાડી નજીક જુગાર રમતા 8 શખ્સો રૂ. 30,800ની રોકડ...

વાંકાનેરના સતાપર ગામે વાડી નજીક જુગાર રમતા 8 શખ્સો રૂ. 30,800ની રોકડ સાથે ઝડપાયા

વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમ પેટ્રોલિંગ દરમિયાન સતાપર ગામની સીમ વિસ્તારમાં, હેમાભાઈ કાળાભાઈની વાડી નજીક જાહેર રસ્તા પર કેટલાક શખ્સો ગંજીપતાના પાનાં વડે રોકડ રકમની હારજીતનો જુગાર રમતા હોવાનું જણાયું હતું. બાતમીના આધારે પોલીસે સ્થળ પર દરોડો પાડી કાર્યવાહી હાથ ધરી હતી.

પોલીસે સ્થળ પરથી કુલ રૂ. 30,800નો મુદ્દામાલ કબજે કરી આઠ શખ્સોને ઝડપી પાડ્યા હતા. ઝડપાયેલા આરોપીઓમાં છનાભાઈ જેમાભાઈ ડાભી, સુરેશભાઈ નાગજીભાઈ ગણાદીયા, નવધણભાઈ ઉર્ફે ગોવિંદ ગોરધનભાઈ ગણાદીયા, હિતેશભાઈ જીવરાજભાઈ ધાડવી, હેમાભાઈ કાળાભાઈ ધરજીયા, હકાભાઈ કેશભાઈ ગણાદીયા, વેરશીભાઈ તેજાભાઈ મકવાણા તેમજ નવઘણભાઈ ચોથાભાઈ રાઠોડનો સમાવેશ થાય છે. તમામ આરોપીઓ સતાપર અને વિનયગઢ ગામના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે.

આ તમામ આરોપીઓ વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,610SubscribersSubscribe

TRENDING NOW