મોરબી જિલ્લા મહિલા અને બાળ વિકાસ અધિકારીની કચેરીના માર્ગદર્શન હેઠળ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના સફાઈકર્મીઓ માટે વિશેષ જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમનો મુખ્ય હેતુ સફાઈકર્મીઓને તેમના આરોગ્ય, સુરક્ષા અને સરકારી યોજનાઓ અંગે માહિતગાર કરવાનો હતો.
કાર્યક્રમ દરમિયાન મહિલાઓ અને બાળકોના અધિકારો, સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ, વ્યક્તિગત સ્વચ્છતા, આરોગ્યની સંભાળ, કાર્યસ્થળે સલામતીના નિયમો તેમજ સામાજિક જવાબદારી જેવા વિવિધ મુદ્દાઓ પર વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. સાથે જ સફાઈકર્મીઓને તેમના હક્કો અને ફરજો વિશે પણ સમજણ આપવામાં આવી હતી અને સુરક્ષિત તથા સ્વસ્થ જીવનશૈલી અપનાવવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
ઉપસ્થિત અધિકારીઓએ જણાવ્યું હતું કે આવા જાગૃતિ કાર્યક્રમો કર્મચારીઓમાં આરોગ્ય પ્રત્યેની સજાગતા, કાર્યસ્થળે સલામતી અને સામાજિક જવાબદારીની ભાવના મજબૂત બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. ઉપરાંત, સરકારી યોજનાઓ અંગે યોગ્ય માહિતી મળતા સફાઈકર્મીઓ તેનો વધુ સારી રીતે લાભ લઈ શકે છે. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સફાઈકર્મીઓએ હાજરી આપી હતી અને માર્ગદર્શનને ઉપયોગી ગણાવી ઉત્સાહપૂર્વક તેમાં ભાગ લીધો હતો.

