HomeGujaratવાંકાનેરના કાશીપર ગામે જમીન વિવાદ મુદ્દે પિતા પુત્ર પર હુમલો, ચાર શખ્સો...

વાંકાનેરના કાશીપર ગામે જમીન વિવાદ મુદ્દે પિતા પુત્ર પર હુમલો, ચાર શખ્સો સામે ફરિયાદ

વાંકાનેર તાલુકાના કાશીપર ગામના રહેવાસી અને ખેતી વ્યવસાય સાથે સંકળાયેલા શૈલેષભાઈ ધીરુભાઈ ધોરીયા (ઉ.વ. 30) દ્વારા વાંકાનેર તાલુકા પોલીસ મથકે ચાર વ્યક્તિઓ સામે મારામારી અંગે ફરિયાદ નોંધાવવામાં આવી છે. ફરિયાદમાં રામજી વાધાભાઈ ધોરીયા, ડાયાભાઈ વાધાભાઈ, ગોપાલ મસાભાઈ અને મુકેશ વાધાભાઈ (તમામ રહે. કાશીપર ગામ, તા. વાંકાનેર)ના નામ દર્શાવવામાં આવ્યા છે.

ફરિયાદ મુજબ, આરોપી રામજી ધોરીયા તેમના મોટાબાપુની જમીન વેચાણ માટે સંભવિત ખરીદદારોને બતાવતા હતા, ત્યારે નજીકમાં આવેલી ફરિયાદીની જમીન પણ બતાવવામાં આવતી હતી. આ બાબતે ફરિયાદીએ વાંધો ઉઠાવતાં બંને પક્ષ વચ્ચે મતભેદ સર્જાયો હતો. ત્યારબાદ આ મુદ્દે વાતચીત કરવા માટે ફરિયાદીને રાત્રિના સમયે ગામની શાળાની નજીક બોલાવવામાં આવ્યો હતો. ત્યાં આરોપી રામજીએ ગાળાગાળી કરીને છાતીના ભાગે લાકડાની કવાડી વડે હુમલો કર્યો હતો. તેમજ આરોપી ગોપાલે માથાના ભાગે અને મુકેશે કમરના ભાગે લાકડીના ઘા માર્યા હતા.

મારામારી દરમિયાન ફરિયાદીના પિતા વચ્ચે પડી મામલો શાંત કરાવવા જતા આરોપી ડાયાભાઈએ તેમના જમણા હાથના ભાગે લાકડી ફટકારી ઈજા પહોંચાડ્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી વધુ તપાસ અને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,440SubscribersSubscribe

TRENDING NOW