HomeGujaratમોરબી: વ્યાજખોરીના ગુનામાં સંડોવાયેલા શખ્સને પાસા હેઠળ વડોદરા મધ્યસ્થ જેલ હવાલે કરાયો

મોરબી: વ્યાજખોરીના ગુનામાં સંડોવાયેલા શખ્સને પાસા હેઠળ વડોદરા મધ્યસ્થ જેલ હવાલે કરાયો

મોરબી શહેરમાં વ્યાજખોરી સંબંધિત ગુનાઓમાં સંડોવાયેલા અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરવા માટે પોલીસ દ્વારા વિશેષ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. આ અંતર્ગત મોરબી સીટી ‘એ’ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં વ્યાજખોરીના ગુનાઓમાં વારંવાર ઝડપાયેલા લાલજીભાઈ ઉર્ફે ભરતભાઈ અણદાભાઈ રાઠોડ (ઉંમર 34 વર્ષ), રહે. થોરાળા, તા. મોરબી વિરુદ્ધ પાસા હેઠળ કાર્યવાહી કરવાની દરખાસ્ત કરવામાં આવી હતી.

પોલીસ દ્વારા રજૂ કરાયેલી આ દરખાસ્તને જિલ્લા મેજિસ્ટ્રેટ તથા કલેક્ટર, મોરબીએ મંજૂરી આપતા આરોપી સામે પાસા વોરંટ જારી કરવામાં આવ્યું હતું. ત્યારબાદ પોલીસે આરોપીને ઝડપી લઈ પાસા વોરંટનો અમલ કરીને તેને વધુ કાર્યવાહી માટે વડોદરાની મધ્યસ્થ જેલ ખાતે મોકલી આપ્યો છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,420SubscribersSubscribe

TRENDING NOW