HomeGujaratમોરબી જિલ્લામાં આવતીકાલે વિવિધ વિસ્તારોમાં મેન્ટેનન્સ કામગીરીને પગલે વીજ પુરવઠો રહેશે બંધ

મોરબી જિલ્લામાં આવતીકાલે વિવિધ વિસ્તારોમાં મેન્ટેનન્સ કામગીરીને પગલે વીજ પુરવઠો રહેશે બંધ

પીજીવીસીએલ દ્વારા તારીખ 17 જૂન, 2026 (બુધવાર)ના રોજ વિવિધ સબ-સ્ટેશન અને ફીડરો પર જાળવણી તથા સમારકામની કામગીરી હાથ ધરવામાં આવનાર હોવાથી મોરબી શહેર તેમજ ગ્રામ્ય અને ઔદ્યોગિક વિસ્તારોમાં નિર્ધારિત સમયગાળા દરમિયાન વીજ પુરવઠો બંધ રાખવામાં આવશે.

જેતપર ઔદ્યોગિક પેટા વિભાગ હેઠળ બેલા 66 કે.વી. સબ-સ્ટેશનમાંથી નીકળતા સત્યમ ઇન્ડસ્ટ્રિયલ અને સ્ટેનફોર્ડ ફીડર તેમજ પાવડીયારી સબ-સ્ટેશનના લેમસ્ટોન ઇન્ડસ્ટ્રિયલ ફીડરમાં સવારે 8 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી વાયર બદલવાની કામગીરી માટે વીજપુરવઠો બંધ રહેશે અને ઘૂંટુ ઔદ્યોગિક પેટા વિભાગ હેઠળ ઘૂંટુ-2 સબ-સ્ટેશનના વુગા જેજીવીવાય ફીડરમાં બપોરે 3 વાગ્યાથી સાંજે 7:30 વાગ્યા સુધી વીજપુરવઠો બંધ રહેશે, જેના કારણે ઘૂંટુ ગામ અને આસપાસના વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાશે. મોરબી ઔદ્યોગિક પેટા વિભાગ હેઠળ બાથકો જેજીવીવાય ફીડરમાં સવારે 8 વાગ્યાથી બપોરે 4 વાગ્યા સુધી વીજપુરવઠો બંધ રહેશે. જેના કારણે અમરનગર, દાદાશ્રીનગર તેમજ માર્ગ ઉપર આવેલા કોમ્પ્લેક્ષો અને સંબંધિત રહેણાંક, વેપારી તથા ઔદ્યોગિક ગ્રાહકોને વીજ પુરવઠો ઉપલબ્ધ રહેશે નહીં.

તે ઉપરાંત ભરતનગર સબ-સ્ટેશનમાંથી નીકળતા મેક્સવર્લ્ડ અને પોઝિટિવ ફીડરમાં સવારે 8 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી, એવોન ફીડરમાં સવારે 8 વાગ્યાથી બપોરે 2 વાગ્યા સુધી તેમજ અમૃત ફીડરમાં સવારે 8 વાગ્યાથી સાંજે 7 વાગ્યા સુધી વીજપુરવઠો બંધ રહેશે. ઘૂંટુ રોડ સબ-સ્ટેશનનો બેલા ખેતીવાડી ફીડર પણ સવારે 8 વાગ્યાથી સાંજે 7 વાગ્યા સુધી વીજપુરવઠો બંધ રાખવામાં આવશે.

મોરબી શહેર પેટા વિભાગ-2 હેઠળ એમ હોસ્પિટલ ફીડરમાં સવારે 7 વાગ્યાથી બપોરે 2 વાગ્યા સુધી વીજકાપ રહેશે. જેના કારણે લાલબાગ, વૃંદાવન પાર્ક, નટવર પાર્ક, આશા પાર્ક, સિદ્ધાર્થ સોસાયટી, મહારાણા સોસાયટી, લક્ષ્મીનારાયણ સોસાયટી, વિકાસ પાર્ક, સર્કિટ હાઉસ સહિત આસપાસના વિસ્તારોમાં વીજ પુરવઠો બંધ રહેશે અને મોરબી શહેર-1 પેટા વિભાગ હેઠળ જેલ રોડ ફીડર પર નવા કામ તથા સમારકામની કામગીરી હાથ ધરવામાં આવનાર હોવાથી સવારે 8 વાગ્યાથી બપોરે 4 વાગ્યા સુધી વીજ પુરવઠો બંધ રહેશે. આ ફીડર હેઠળ આવતા વણકરવાસ, રબારીવાસ, વાલ્મીકીવાસ, સમગ્ર વજેપર વિસ્તાર, ફકરી પાર્ક, લીલાપર રોડ આવાસ ક્વાર્ટર્સ, બોરીચાવાસ, ગૌશાળા રોડ, સ્લમ ક્વાર્ટર્સ, કાલિકા પ્લોટ, મતવાવાસ, ખડિયાવાસ, મફતિયાપરા, મકરાણીવાસ, નીલકમલ સોસાયટી, રામવિજય સોસાયટી, સાત હનુમાન સોસાયટી, સબ જેલ તેમજ વાંકાનેર દરવાજા સુધીના વિસ્તારોમાં વીજ પુરવઠો બંધ રહેશે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,410SubscribersSubscribe

TRENDING NOW