HomeGujaratમોરબીમાં ટેન્કરની ટક્કરે બાઈક સવાર ગંભીર: 108 ની ટીમે જીવ પણ બચાવ્યો...

મોરબીમાં ટેન્કરની ટક્કરે બાઈક સવાર ગંભીર: 108 ની ટીમે જીવ પણ બચાવ્યો અને ₹૩ લાખ પરત કર્યા

મોરબીના ખોખરા હનુમાન રોડ ઉપર આવેલ પોલો સર્કલ પાસે હનુમાન રોડ પર એક અકસ્માત સર્જાયો હતો.જેમાં  એક બાઈક પાણી ભરેલા એક ટેન્કર નીચે વી જતાં બાઈક સવાર યુવાન ગંભીર રીતે ઘાયલ થયો હતા જોકે, ઘટના સ્થળે પહોંચેલી મહેન્દ્રનગર લોકેશન ની ૧૦૮ ઇમરજન્સી સેવાની ટીમે તાત્કાલિક અને પ્રશંસનીય કામગીરી કરીને યુવાનને નવજીવન આપ્યું છે. આ ઉપરાંત ઈજાગ્રસ્ત યુવાન અંદાજીત 3 લાખ જેટલી રકમ પણ સાથે હતી જે 108ની ટીમે સુરક્ષિત રીતે પોતાની પાસે રાખી તેના પરિજનોને પરત કરી હતી

મળતી માહિતી મુજબ, ભાનુભાઈ નામના યુવાન પોતાની પાસે અંદાજિત ₹૨.૫ થી ૩ લાખ જેટલી મોટી રકમ ઉઘરાણી ની રકમ  લઈ ને પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન પોલો સર્કલ નજીક પાણી ના ટેન્કર સાથે તેમનો બાઈક અથડાતા. અકસ્માત એટલો ભયાનક હતો કે ભાનુભાઈ  ને તેમને શરીરે તેમજ શ્વાસ લેવામાં અત્યંત ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઘટનાની જાણ થતાં જ 108ની ટીમ  સ્થળ પર દોડી ગઈ હતી. દર્દીની અત્યંત નાજુક સ્થિતિ જોઈને EMT મેર પ્રવિણ  અને પાઇલટ હનીફભાઇ દલવાણીએ ડૉ. પરમાર (ERCP) ના ટેલિફોનિક માર્ગદર્શન હેઠળ એમ્બ્યુલન્સમાં જ તાત્કાલિક પ્રાથમિક અને કટોકટીની સારવાર શરૂ કરી દીધી હતી  108ની ટીમે યુવાનને સમયસર ઓક્સિજન અને જરૂરી મેડિકલ સપોર્ટ આપીને તેનો જીવ બચાવી લીધો હતો.

108 ની ટીમે માત્ર દર્દીનો જીવ જ નથી બચાવ્યો, પરંતુ ઉમદા પ્રામાણિકતા પણ દાખવી છે. અકસ્માત સમયે ભાનુભાઈ પાસે રહેલી અઢી થી ત્રણ લાખ રૂપિયાની રોકડા રકમ અને અન્ય કિંમતી સામાન સંપૂર્ણ સુરક્ષિત રીતે તેમના સગા મુલદાન ભાઈ ચારણ  ને  હોસ્પિટલના સ્ટાફ સમક્ષ પરત સોંપવામાં આવ્યો હતો.108 એમ્બ્યુલન્સમા પ્રાથમિક સારવાર બાદ દર્દી ભાનુભાઈને વધુ સારવાર અર્થે નજીકની સગાના કહેવા મુજબ નજીક ની  ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. અકસ્માતની કટોકટીની પળોમાં દેવદૂત બનેલા ૧૦૮ ના EMT પ્રવિણભાઈ અને પાઇલટ હનીફભાઈની આ કામગીરી તેમજ પ્રામાણિકતાને સ્થાનિક લોકો અને ભાનુભાઈના પરિવારજનો સહી સલામત બધી વસ્તુ સોંપેલ છે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,670SubscribersSubscribe

TRENDING NOW