મોરબી એલ.સી.બી.ની ટીમને મળેલી ચોક્કસ ખાનગી માહિતીના આધારે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે, વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પ્રોહિબિશનના ગુનામાં સંડોવાયેલ અને લાંબા સમયથી ફરાર રહેલો આરોપી હરેશભાઈ ઢેબભાઈ ખાચર કાઠી (રહે. સુદામણા, તા. સાયલા, જિ. સુરેન્દ્રનગર) પોતાના વતન ગામે હાજર છે.
આ બાતમીને આધારે એલ.સી.બી. પોલીસે સુદામણા ગામે પહોંચી દરોડો પાડી આરોપીને ઝડપી પાડ્યો હતો. ત્યારબાદ તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવા માટે આરોપીને વાંકાનેર તાલુકા પોલીસના હવાલે કરવામાં આવ્યો હતો.

