HomeGujaratહળવદ ના કોયબામાં રબરની ફેકટરીમાં મહાકાય આગ ભભૂકી મોરબી-સુરેન્દ્રનગરના ફાયરની મદદ લેવાઈ

હળવદ ના કોયબામાં રબરની ફેકટરીમાં મહાકાય આગ ભભૂકી મોરબી-સુરેન્દ્રનગરના ફાયરની મદદ લેવાઈ

મોરબી જિલ્લાના અલગ અલગ વિસ્તારમાં આવેલ ઔદ્યોગિક વિસ્તારમાં આગ જનીના બનાવમાં ચિંતાજનક રીતે વધારો થઇ રહ્યો છે આ આગની ઘટનામાં ફેકટરીમાં પડેલો કાચો કે તૈયાર માલ અને મશનરીઓ બળી જતા લાખોની નુકશાની થતી હોય છે બીજી તરફ આગપર કાબુ મેળવવા અને  જાનહાની થતી અટકાવવા ફાયર વિભાગને પણ નાકે દમ આવી જતો હોય છે ત્યારે શુક્રવારે આવી જ એક આગની ઘટનાએ ફાયર વિભાગ ને દોડતું કર્યું છે.

મોરબી જિલ્લાના હળવદ તાલુકામાં આવતા કોયબા ગામમાં રબરના ટાયર બનાવતી એક ફેક્ટરી આવેલી છે જે ફેકટરીમાં અચાનક કોઈ કારણસર આગ ફાટી નીકળી હતી અને ફેકટરીમાં પ્રસરી હતી રબરના ટાયર અને કાચો માલ હોવાના કારણે અગે ગણતરીની મિનીટમાં મોટું રૂપ લઇ લીધું હતું જે બાદ ફેકટરીમાંથી ફાયર વિભાગને કોલ જતા હળવદ ફાયર શાખાની ટીમ પહોચી હતી જોકે આગ વિકરાળ હોવાથી મેજર કોલ જાહેર કરવામાં આવ્યો હતો અને હળવદ ઉપરાંત મોરબી શહેરના  3 ફાયર બ્રાઉઝર,ધ્રાંગધ્રાનું 1 અને સુરેન્દ્રનગરનું 1 ફાયર બ્રાઉઝરની મદદ લેવામાં આવી છે  અને તમામ દ્વારા આગ પર કાબુ મેળવવા પ્રયાસ કર્યો હતો

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,360SubscribersSubscribe

TRENDING NOW