રીઢા ગુનેગારને મોરબી સીટી એ-ડિવિઝન પોલીસે સીસીટીવી ફૂટેજ અને હ્યુમન સોર્સિસની મદદથી ગણતરીના દિવસોમાં જ દબોચી લીધો છે. પોલીસે આરોપી પાસેથી ગુનામાં વપરાયેલ મોટરસાયકલ સહિતનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ઘટનાની વિગત મુજબ, ગત તારીખ ૩ જૂન ૨૦૨૬ના રોજ મોરબીના શનાળા રોડ પર આવેલી ભક્તિનગર સોસાયટીમાં રહેતા ભાવેશભાઈ વિનુભાઈ મહેતા તેમના પત્ની સાથે એક્ટિવા મોટરસાયકલ પર પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન ખાટકીચોક પાસેથી પસાર થતી વખતે પાછળથી એક નંબર પ્લેટ વગરના મોટરસાયકલ પર આવેલા અજાણ્યા શખ્સે ચાલુ બાઈકે ભાવેશભાઈના પત્નીના ગળામાંથી સોનાના ચેઈનની ચીલઝડપ કરી હતી અને પળવારમાં નાસી છૂટ્યો હતો. આ અંગે એ-ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી.
મોરબી જિલ્લા પોલીસ વડા મુકેશકુમાર પટેલની સૂચના અને નાયબ પોલીસ અધિક્ષક જે.એમ. આલના માર્ગદર્શન હેઠળ સીટી એ-ડિવિઝનના પોલીસ ઈન્સ્પેક્ટર વાય.બી. જાડેજાએ મિલકત સંબંધી ગુનાઓ અટકાવવા અને તેને શોધી કાઢવા માટે સર્વલન્સ સ્ટાફને કામે લગાડ્યો હતો.
પોલીસની ટીમે શહેરમાં લાગેલા ‘નેત્રમ’ સીસીટીવી પ્રોજેક્ટના કેમેરાના ફૂટેજ ફંફોસ્યા હતા. ટેકનિકલ એનાલિસિસ અને હ્યુમન સોર્સિસ પાસેથી મળેલી ચોક્કસ ખાનગી બાતમીના આધારે, ગુનામાં વપરાયેલ નંબર પ્લેટ વગરના યામાહા R15 મોટરસાયકલ સાથે એક શંકાસ્પદ ઇસમને રાઉન્ડઅપ કરવામાં આવ્યો હતો.
પોલીસે અટકાયત કરેલા શખ્સની કડક અને યુક્તિ-પ્રયુક્તિથી પૂછપરછ હાથ ધરતાં, તેણે ગત તારીખ ૩ જૂનના રોજ ખાટકીચોક પાસેથી સોનાના ચેઈનની ચીલઝડપ કરી હોવાની કબૂલાત આપી હતી. પોલીસે ગુનામાં ઉપયોગમાં લેવાયેલ યામાહા R15 મોટરસાયકલ, બનાવ સમયે આરોપીએ પહેરેલા કપડાં, માસ્ક, ટોપી અને મોબાઈલ ફોન સહિતનો તમામ મુદ્દામાલ કબજે લીધો છે.
પકડાયેલ આરોપીની વિગત:
સરફરાજભાઇ ઉર્ફે ફૈઝલ અબ્દુલભાઇ મંધરીયા (ઉંમર વર્ષ ૩૨, રહે. ભુજ કેમ્પ એરિયા, ચાવડી પોલીસ ચોકી પાસે)
મોરબી સીટી એ-ડિવિઝન પોલીસે આરોપી વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS કલમ ૩૦૪(૨)) મુજબ ગુનો નોંધી, આ રીઢા આરોપીએ અન્ય કોઈ ગુના આચર્યા છે કે કેમ તે દિશામાં આગળની તપાસ અને રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે.
આરોપીનો ગુનાહિત ઇતિહાસ:-
- (૧) ભુજ બી ડીવીઝન પો.સ્ટે ગુ.ર.ન.૧૨૬૧/૨૦૨૧ IPC કલમ.૩૭૭, ૪૯૮(એ),
- ૫૦૬(૨) મુજબ
- (૨) ભુજ બી ડીવીઝન પો.સ્ટે ગુ.ર.ન.૧૯૯/૨૦૧૮ IPCકલમ.૩૯૨,૧૧૪ મુજબ
- (૩) ભુજ બી ડીવીઝન પો.સ્ટે ગુ.ર.ન.૧૫૪/૨૦૧૮ IPC કલમ.૩૯૨,૧૧૪ મુજબ
- (૪) ભુજ બી ડીવીઝન પો.સ્ટે ગુ.ર.ન.૩૨/૨૦૧૯ IPC કલમ.૩૭૯,૩૫૬ મુજબ
- (૫) ભુજ બી ડીવીઝન પો.સ્ટે ગુ.ર.ન.૪૧૩/૨૦૨૩ IPC કલમ.૩૨૩,૨૯૪(બી),
- ૫૦૬(૨),૧૧૪ મુજબ
- (૬) ભુજ બી ડીવીઝન પો.સ્ટે ગુ.ર.ન.૨૦૦/૨૦૧૮ IPC કલમ.૩૯૨,૧૧૪ મુજબ
- (૭) ભુજ એ ડીવીઝન પો.સ્ટે ગુ.ર.ન.૫૬/૨૦૧૮IPC કલમ.૩૯૨,મુજબ
- (૮) ભુજ એ ડીવીઝન પો.સ્ટે ગુ.ર.ન.૧૫૯/૨૦૧૮ IPC કલમ.૩૭૯,૩૫૬ મુજબ
- (૯) ભુજ એ ડીવીઝન પો.સ્ટે ગુ.ર.ન.૧૭/૨૦૧૯ IPC કલમ.૩૭૯,૩૫૬ મુજબ
- (૧૦) ભુજ એ ડીવીઝન પો.સ્ટે ગુ.ર.ન.૧૨૫/૨૦૧૯ IPC કલમ.૩૭૯,૩૫૬ મુજબ
- (૧૧) ભુજ એ ડીવીઝન પો.સ્ટે ગુ.ર.ન.૨૨૦૫/૨૦૨૧ IPC કલમ.૪૨૭,૨૯૪(ખ),
- ૫૦૬(૨),૧૧૪ વિ.

