HomeGujaratવાંકાનેર: ઓળ ગામની સીમમાં ગેરકાયદે ખનન પર પોલીસનો દરોડો, રૂ. 1.10...

વાંકાનેર: ઓળ ગામની સીમમાં ગેરકાયદે ખનન પર પોલીસનો દરોડો, રૂ. 1.10 કરોડનો મુદ્દામાલ જપ્ત

વાંકાનેર તાલુકા પોલીસને ઓળ ગામની સીમ વિસ્તારમાં ખનિજ લીઝ વગર માટીનું ગેરકાયદેસર ખનન થતું હોવાની ચોક્કસ માહિતી મળી હતી. આ માહિતીના આધારે પોલીસે સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન ખોદકામ માટે ઉપયોગમાં લેવાતું SANY કંપનીનું હાઇડ્રોલિક ક્રોલર એક્સકાવેટર મશીન મળી આવ્યું હતું.

પોલીસે તાત્કાલિક ખાણ અને ખનિજ વિભાગના અધિકારીઓને જાણ કરી હતી. બાદમાં ખાણ-ખનિજ વિભાગના અધિકારીઓ સ્થળ પર પહોંચી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી અને ગેરકાયદેસર ખનનમાં વપરાયેલ SANY કંપનીનું હાઇડ્રોલિક ક્રોલર એક્સકાવેટર મશીન કબ્જે કર્યું હતું.

આ ઉપરાંત, વાંકાનેર તાલુકા પોલીસનો સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલિંગ દરમિયાન વિસ્તારમાંથી ગેરકાયદેસર રીતે ખનિજનું પરિવહન કરતા વાહનો પણ ઝડપી પાડવામાં સફળ રહ્યો હતો. જેમાં ટાટા કંપનીનું ડમ્પર (રજી. નં. GJ-10-TY-8381), અશોક લેલેન્ડ કંપનીનું ડમ્પર (રજી. નં. GJ-03-CU-1991) અને અશોક લેલેન્ડ કંપનીનું અન્ય એક ડમ્પર (રજી. નં. GJ-03-BZ-0054)નો સમાવેશ થાય છે.

પોલીસે SANY કંપનીના હાઇડ્રોલિક ક્રોલર એક્સકાવેટર સહિત કુલ અંદાજિત રૂ. 1.10 કરોડની કિંમતનો મુદ્દામાલ કબ્જે કરી ખાણ અને ખનિજ વિભાગને સોંપ્યો હતો. સમગ્ર મામલે સંબંધિત વિભાગ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,510SubscribersSubscribe

TRENDING NOW