મોરબી તાલુકાના નવા જાંબુડિયા ગામના શક્તિપરા વિસ્તારમાં પિતાના ઘરે રહેતી 19 વર્ષીય પરિણીતા શીતલબેન કાંતિભાઈ ફિસડીયાએ ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યાની ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ, શીતલબેન છેલ્લા આશરે દસ મહિનાથી પોતાના પિતાના ઘરે રહેતા હતા. ગઈકાલે બપોરના સમયે તેમણે આ પગલું ભરતા પરિવારજનોમાં શોકની લાગણી ફેલાઈ ગઈ હતી.
પોલીસની પ્રાથમિક તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે, શીતલબેનના લગ્નને અંદાજે એક વર્ષ જેટલો સમય થયો હતો. ઘટનાની જાણ થતાં મોરબી તાલુકા પોલીસ ઘટનાસ્થળે પહોંચી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. હાલ પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી બનાવના કારણો જાણવા વધુ તપાસ શરૂ કરી છે.

