HomeGujaratવિધાનસભાની ચૂંટણી પહેલાં ભાજપે આપ્યો વિપક્ષને ઝટકો,વાપી પાલિકા કરી કબજે

વિધાનસભાની ચૂંટણી પહેલાં ભાજપે આપ્યો વિપક્ષને ઝટકો,વાપી પાલિકા કરી કબજે

ગાંધીનગર,મંગળવાર

 રાજ્યમાં 2022માં વિધાનસભાની ચૂંટણી યોજાનાર છે અને ભાજપ દ્વારા તેની પૂરજાેશમાં તૈયારીઓ આરંભી દેવામાં આવી છે. દક્ષિણ ગુજરાતની સૌથી મોટી વાપી પાલિકામાં ભાજપે સત્તા જાળવી રાખી છે. 44બેઠકો માટે યોજાયેલી ચૂંટણીમાં ભાજપે 37 બેઠકો કબજે કરી છે જ્યારે કોંગ્રેસના ફાળે માત્ર ૭ બેઠકો આવી છે. અહીંયા આમ આદમી પાર્ટી પણ ચૂંટણી જંગમાં હતી પણ તે ખાતુ ખોલાવી શકી નથી. વિધાનસભાની ચૂંટણી પહેલાં વાપી પાલિકામાં ભાજપની આ મોટી જીત છે અને કોંગ્રેસ તેમજ આમ આદમી પાર્ટીને ધોબી પછડાટ આપી છે. આમ આદમી પાર્ટી અહીંયા કોઈ ચમત્કાર કરશે તેવી આશા રખાતી હતી પણ એ આશા ઠગારી નીવડી છે. 

  રાજ્યમાં અગાઉ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓઓમાં અને વિધાનસભાની પેટા ચૂંટણીઓમાં પણ ભાજપે સપાટો બોલાવ્યો હતો અને બાદમાં ગાંધીનગર મહાપાલિકામાં પણ સત્તા કબજે કરી હતી. ભાજપનો વિજયનો સિલસિલો અવિરત ચાલી રહ્યો છે. વિધાનસભાની ચૂંટણી પહેલાં આ વિજયોત્સવ ભાજપ માટે સંજીવની બની રહેશે તેમાં બેમત નથી. રાજ્યમાં ભાજપના મજબૂત ગઢને ભેદવામાં હજુ કોંગ્રેસ નબળી પૂરવાર થઈ રહી છે. વાપી પાલિકાની ચૂંટણીમાં પણ ભાજપે 37 બેઠકો સાથે સત્તા જાળવી રાખી છે તો અહીંયા કોંગ્રેસને માત્ર 7 બેઠકોથી સંતોષ માનવો પડ્યો છે. અહીંયા આમ આદમી પાર્ટી પણ ચૂંટણી જંગમાં હતી અને ત્રિ-પાંખિયો જંગ ખેલાયો હતો. જાે કે, આજે જ્યારે પરિણામ જાહેર થયા ત્યારે ભાજપ મેદાન મારી ગયો હતો. કોંગ્રેસ સત્તા પરિવર્તન કરશે તેવી અટકળો ચાલતી હતી જે આજે ખોટી પડી હતી. આમ આદમી પાર્ટીનો એક પણ ઉમેદવાર જીતી શક્યો નહોતો. રાજ્યમાં એક પછી એક વિજય પછી ભાજપની સ્થિતિ અત્યંત મજબૂત બની ચૂકી છે ત્યારે કોંગ્રેસ એક પછી એક મળેલી હારમાંથી બેઠી થતી નથી અને કોઈ બોધપાઠ પણ લેતી નથી. આમ આદમી પાર્ટી માટે તો વકરો એટલો નફો જ છે અને ગુમાવવાનું કંઈ જ નથી પણ કોંગ્રેસને નુકસાન પહોંચાડી રહી છે. અગાઉ ગાંધીનગર મહાપાલિકામાં જાેવા મળ્યું હતું કે, ૩૨ બેઠકો ઉપર આમ આદમી પાર્ટી કોંગ્રેસ માટે આત્મઘાતી સાબિત થઈ હતી અને કોંગ્રેસનો હાથમાં આવેલો સત્તાનો કોળિયો ઝૂંટવાઈ ગયો હતો. આ ૩૨ બેઠકો ઉપર આમ આદમી પાર્ટી ન હોત તો પરિણામ કંઈક અલગ જ હોત.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW