HomeGujaratમોરબી: હાથ ઉછીના લીધેલા રૂપિયા પરત ચૂકવી દીધા હોવા છતાં કોન્ટ્રાક્ટરને જાનથી...

મોરબી: હાથ ઉછીના લીધેલા રૂપિયા પરત ચૂકવી દીધા હોવા છતાં કોન્ટ્રાક્ટરને જાનથી મારી નાખવાની ધમકી

મોરબીના રવાપર ગામ નજીક આવેલા ભગવતી ટ્વિન્સમાં રહેતા અને કોન્ટ્રાક્ટર તરીકે વ્યવસાય કરતા રાજેશભાઈ વાઘજીભાઈ કાલાવડિયા (ઉંમર 45 વર્ષ)એ મોરબી સિટી એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

ફરિયાદ મુજબ, તેમણે અગાઉ કેશોદ (જિલ્લો જુનાગઢ)ના રહેવાસી વિનોદભાઈ ઉર્ફે નાનુભાઈ ખીમજીભાઈ માકડિયા પાસેથી હાથ ઉછીના રૂપિયા લીધા હતા, જે બાદમાં પરત ચૂકવી દેવામાં આવ્યા હતા. તેમ છતાં આરોપીએ વારંવાર ફોન કરીને અપશબ્દો બોલ્યા હતા અને જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. ફરિયાદના આધારે પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,460SubscribersSubscribe

TRENDING NOW