HomeGujaratમોરબી: નવા ડેલા રોડ પર આઈપીએલ મેચ પર સટ્ટો રમતો શખ્સ ઝડપાયો

મોરબી: નવા ડેલા રોડ પર આઈપીએલ મેચ પર સટ્ટો રમતો શખ્સ ઝડપાયો

મોરબી સિટી એ-ડિવિઝન પોલીસની ટીમ નિયમિત પેટ્રોલિંગમાં હતી ત્યારે ખાનગી બાતમી મળી હતી કે, જૂના બસ સ્ટેન્ડ પાસેથી નવા ડેલા રોડ પર અશોક પાનની નજીક એક વ્યક્તિ મોબાઇલ ફોન મારફતે ચાલુ આઈપીએલ ક્રિકેટ મેચ પર સટ્ટાબાજી કરી રહ્યો છે.

માહિતીના આધારે પોલીસે તાત્કાલિક સ્થળ પર પહોંચી દરોડાની કાર્યવાહી હાથ ધરી હતી. તપાસ દરમિયાન ગુજરાત અને રાજસ્થાન વચ્ચે રમાઈ રહેલી આઈપીએલ મેચ પર હારજીતના દાવ લગાવતા હિતેશ ઉર્ફે મોઢીયો ચંદ્રકાંતભાઈ ધોળકિયા (રહે. મોરબી)ને ઝડપી લેવામાં આવ્યો હતો. પોલીસે તેની પાસેથી રૂ. 600 રોકડ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

પ્રાથમિક તપાસમાં સટ્ટાની લાઈન આપનાર તરીકે ઈસ્માઈલ કુરેશીનું નામ સામે આવ્યું હતું. જોકે તે સ્થળ પરથી મળી આવ્યો ન હોવાથી તેને ઝડપી પાડવા માટે પોલીસે શોધખોળ શરૂ કરી છે. આ સમગ્ર મામલે બંને આરોપીઓ સામે જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,320SubscribersSubscribe

TRENDING NOW