HomeGujaratમોરબીમાં જાહેરમાં જુગાર રમતા 5 શખ્સો ઝડપાયા

મોરબીમાં જાહેરમાં જુગાર રમતા 5 શખ્સો ઝડપાયા

મોરબી સિટી એ-ડિવિઝન પોલીસની ટીમ પેટ્રોલિંગ દરમિયાન માધાપર જાપા વિસ્તારમાં પહોંચી હતી, ત્યારે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમાતો હોવાની માહિતી મળી હતી. પોલીસે તાત્કાલિક દરોડો પાડી પાંચ શખ્સોને ઝડપી પાડ્યા હતા.

પકડાયેલા આરોપીઓમાં ફિરોઝભાઈ ગફુરભાઈ મોવર રહે. વાવડી રોડ જીવન પાર્ક મોરબી, વિનુભાઈ ડુંગરભાઈ વિડજા રહે. વાવડી ગામ, અખતરભાઈ ગુલમામદભાઈ જુસા રહે. વિશીપરા, અજયભાઈ નવલભાઈ દેવ રહે. કાલિકા પ્લોટ શેરી નં. 3 મોરબી તથા ભીખાભાઈ શંકરભાઈ રસાણીયા રહે. મોરબીનો સમાવેશ થાય છે. પોલીસે આરોપીઓ પાસેથી રોકડ રૂ. 11,200નો મુદ્દામાલ કબજે કરી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,310SubscribersSubscribe

TRENDING NOW