વાંકાનેરના લાલપર ગામે રહેતા સલીમભાઈ નુરમામદભાઈ બ્લોચે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં આરોપી મુરાદખાન અલિખાન પઠાણ તથા તેના પુત્ર મુનિરખાન મુરાદખાન પઠાણ, બંને રહે. પાંજ ગામ તા. વાંકાનેર સામે ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદ મુજબ, ફરિયાદીની ભત્રીજી આરોપી મુરાદખાનના પુત્ર નાસિર સાથે મૈત્રી કરારથી રહેતી હોવાથી આરોપીઓ મનદુઃખ રાખતા હતા. આ રોષના કારણે ફરિયાદી સલીમભાઈ સાથે ઝઘડો કરવાની દાઝ રાખી હતી. જે બાદ ગત તા.21/05/2026ના રોજ ફરિયાદી મહિકા તરફથી પોતાના મોટરસાયકલ પર આવી રહ્યા હતા, ત્યારે લાલપર ગામ નજીક બિસ્મિલ્લાહ હોટલ પાસે આરોપીઓએ તેમને અટકાવ્યા હતા. ત્યારબાદ કુહાડીના ઊંધા ભાગથી માથામાં ઘા મારી તેમજ લોખંડના પાઇપ વડે શરીરના ભાગોમાં માર મારી ઇજા પહોંચાડી હતી. સાથે જ જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. આ બનાવ અંગે પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી વધુ તપાસ અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

