મોરબી તાલુકાના નવા જાંબુડિયા ગામમાં રહેતા નિલેશભાઈ ધીરુભાઈ સારલા નામના યુવકે કોઈ કારણોસર ગઈકાલે વહેલી સવારે પોતાના નિવાસસ્થાને ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. આ ઘટનાની જાણ થતા પરિવારજનોમાં શોકનો માહોલ ફેલાયો હતો. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.