HomeGujaratવાંકાનેરના હસનપર સ્મશાન પાસે જુગાર રમતા 6 શખ્સો ઝડપાયા: રૂ. 1.09 લાખનો...

વાંકાનેરના હસનપર સ્મશાન પાસે જુગાર રમતા 6 શખ્સો ઝડપાયા: રૂ. 1.09 લાખનો મુદ્દામાલ જપ્ત

વાંકાનેર સિટી પોલીસને મળેલી ચોક્કસ માહિતીના આધારે હસનપર ગામ નજીક આવેલા સ્મશાન પાસે ખુલ્લી જગ્યામાં દરોડો પાડવામાં આવ્યો હતો. પોલીસ કાર્યવાહી દરમિયાન જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા છ શખ્સોને ઝડપી લેવામાં આવ્યા હતા.

પકડાયેલા આરોપીઓમાં વિપુલભાઈ ઠાકરશીભાઈ મિરાણી, કાનાભાઈ છેલાભાઈ સરૈયા, રમેશભાઈ ધીરૂભાઈ સાટકા, સુનિલભાઈ શંકરભાઈ સારલા, હર્ષદભાઈ છગનભાઈ સુસરા તથા સાગર ઉર્ફે હડો ભુપતભાઈ ધોળકિયાનો સમાવેશ થાય છે. જ્યારે હકાભાઈ ઉર્ફે સીંધાભાઈ મુંધવા નામનો એક શખ્સ પોલીસને ચકમો આપી ફરાર થઈ ગયો હતો. પોલીસે આરોપીઓ પાસેથી કુલ રૂ. 1,09,330નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

આ મામલે પોલીસે તમામ આરોપીઓ સામે જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,310SubscribersSubscribe

TRENDING NOW