HomeGujaratમોરબીમાં IPL મેચ પર સટ્ટો રમતા બે શખ્સો ઝડપાયા : રૂ. 1.05...

મોરબીમાં IPL મેચ પર સટ્ટો રમતા બે શખ્સો ઝડપાયા : રૂ. 1.05 લાખનો મુદ્દામાલ જપ્ત

મોરબી સિટી એ ડિવિઝન પોલીસે ક્રિકેટ મેચ પર ઓનલાઈન જુગાર રમતા ત્રણ શખ્સો સામે કાર્યવાહી કરી છે. પોલીસને મળેલી બાતમીના આધારે રવાપર-લીલાપર રોડ પર આવેલી શારદા સોસાયટી નજીક દરોડો પાડવામાં આવ્યો હતો, જ્યાં પંજાબ કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચેની IPL મેચ પર રનફેર અને હારજીતનો જુગાર રમાતો હતો.

પોલીસે સ્થળ પરથી મોસીનભાઈ ઉમેદભાઈ વલિયાણી (રહે. શારદા સોસાયટી, મોરબી) અને જીજ્ઞેશભાઈ કાન્તીભાઈ રામોલીયા (મૂળ ગોંડલ, હાલ રવાપર ગામ, મોરબી)ને ઝડપી પાડ્યા હતા. તેમની પાસેથી રોકડ રૂપિયા 5,500, બે મોબાઇલ ફોન (કિંમત અંદાજે રૂપિયા 40,000) તથા GJ-21-DD-5010 નંબરની મોટરસાયકલ (કિંમત રૂપિયા 50,000) સહિત કુલ રૂપિયા 1,05,500નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.

પૂછપરછ દરમિયાન બંને આરોપીઓને ક્રિકેટ મેચ માટે ઓનલાઈન ID પૂરી પાડનાર જયદીપ ઉર્ફે જલો (રહે. મોરબી)નું નામ બહાર આવતા પોલીસે તેના વિરુદ્ધ પણ ગુનો નોંધ્યો છે. તમામ આરોપીઓ સામે જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,460SubscribersSubscribe

TRENDING NOW