બોલિવૂડ સ્ટાર વિકી કૌશલ તથા કેટરીનાના લગ્નની તૈયારીઓ હવે પૂરી થવા આવી છે. રાજસ્થાનના સવાઈ માધોપુરના બરવાડા ફોર્ટમાં 9 ડિસેમ્બરે લગ્ન થવાના છે. હોટલ સિક્સ સેન્સમાં વિકી તથા કેટરીના માટે અલગ અલગ રોયલ સૂટ બુક કરવામાં આવ્યા છે. બંને માટે આ હોટલના સૌથી મોંઘા સૂટ રાજા માનસિંહ તથા રાણી પદ્માવતી સૂટ બુક કરવામાં આવ્યા છે. આ બંનેનું એક રાતનું ભાડું 7 લાખ રૂપિયા છે. રાજા માનસિંહ સૂટમાં વિકી કૌશલ તથા રાણી પદ્માવતી સૂટમાં કેટરીના કૈફ રહેશે.
આ બંને સૂટની ખાસિયત એ છે કે ગાર્ડનની સાથે પ્રાઇવેટ સ્વિમિંગ પૂલ પણ છે. આ ઉપરાંત આ બંને સૂટમાંથી અરવલ્લીની ટેકરીઓ દેખાય છે. વિકી તથા કેટરીનાના રૂમ બુક થયા બાદ સિક્યોરિટી વધારી દેવામાં આવી છે. આ એરિયાને સ્પેશિયલ સિક્યોરિટીમાં મૂકવામાં આવ્યો છે અને અહીંયા અવર-જવર પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. વિકી-કેટ પરિવાર સાથે 6 ડિસેમ્બરે ચેક ઇન કરશે અને 11 ડિસેમ્બરે ચેક આઉટ કરશે. બંનેના મેનેજરે લગ્ન પહેલાંની તમામ તૈયારીઓના ફીડબેક લઈ લીધા છે. લગ્નની તૈયારીની જવાબદારી 6 અલગ અલગ વેન્ડર્સને આપવામાં આવી છે. આ વેન્ડર્સ ફ્લાવર્સ, ડેકોરેટિવ, સિક્યોરિટી, ટ્રાન્સપોર્ટેશન, ફૂડ તથા જંગલ સફારીની વ્યવસ્થા કરશે. સુરક્ષા વ્યવસ્થા માટે 5 ડિસેમ્બરથી 100 બાઉન્સર જયપુરથી સવાઈ માધોપુર આવશે. બાઉન્સર્સ માટે મીણા ધર્મશાળા બુક કરવામાં આવી છે. મહેમાનો માટે રાજસ્થાન પોલીસ પણ વ્યવસ્થા સંભાળશે. વિકી-કેટના લગ્નની ફંક્શન 7થી 9 ડિસેમ્બરની વચ્ચે ચાલશે.

વિકી અને કેટરીનાએ લગ્ન માટે રણથંભોરમાં 40 હોટલ બુક કરાવી છે. 7 ડિસેમ્બરે ઘણા સ્ટાર્સ ત્યાં આવવાના છે અને બંને સ્ટાર્સ નથી ઈચ્છતા કે લગ્નમાં કોઈને કોઈ સમસ્યા ન થાય, તેથી તેઓ દરેક માટે શ્રેષ્ઠ તૈયારીઓ કરી રહ્યા છે. વિકી અને કેટરીના 9 ડિસેમ્બરે રાજસ્થાનના સિક્સ સેન્સ રિસોર્ટમાં લગ્ન કરશે. કેટરિનાને રાજસ્થાની શાહી સંસ્કૃતિ પસંદ છે અને તે તેના લગ્નમાં પણ શાહી દુલ્હનની જેમ દેખાવા માંગે છે. આ પહેલા લગ્નના ગેસ્ટ લિસ્ટ વિશે જાણકારી આવી હતી કે બંનેના લગ્નમાં વરુણ ધવન, કિયારા અડવાણી, સિદ્ધાર્થ મલ્હોત્રા, કરણ જોહર, કબીર ખાન, શશાંક ખેતાન આવશે. 7 ડિસેમ્બરે સંગીત તથા 8 ડિસેમ્બરે મહેંદી સેરેમની યોજાશે. હોટલનું બુકિંગ 11 ડિસેમ્બર સુધી કરવામાં આવ્યું છે. લગ્ન બાદ બંને ફોર્ટમાં જ રિસેપ્શન આપવાના છે.

