મોરબીના પિપળી ગામે માનસધામ સોસાયટીમાં રહેતા અને મૂળ હળવદ તાલુકાના સાપકડાના વતની શીવાભાઈ ગલાભાઈ રાઠોડે આરોપી જીતેન્દ્રભાઈ શીવાભાઈ રાઠોડ, લતાબેન જીતેન્દ્રભાઈ રાઠોડ તથા મુકેશભાઈ ડાભી વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદ મુજબ, શીવાભાઈએ જીતેન્દ્રભાઈને તેમના લાઇટ બિલની ચુકવણી કરવા બાબતે કહ્યું હતું. આ વાતને લઈને આરોપીઓ ઉશ્કેરાઈ ગયા હતા અને ફરિયાદીને અપશબ્દો બોલ્યા હતા. બાદમાં આરોપીઓ ફરિયાદીના ઘરે પહોંચી લાકડાના ધોકા વડે ફરિયાદી અને તેમના સાથી પર હુમલો કરી ઇજા પહોંચાડી હતી.
આ ઉપરાંત આરોપીઓએ ફરિયાદીના મકાનમાં તોડફોડ કરી હતી તેમજ ફરિયાદીને જાતિ અંગે અપમાનજનક શબ્દો કહી ધમકીઓ પણ આપી હતી. આ મામલે મોરબી તાલુકા પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

