HomeGujaratમાળીયા હાઇવે પર ફિલ્મી દ્રશ્યો સર્જાયા: થાર ગાડી વડે યુવકને કચડવાનો પ્રયાસ

માળીયા હાઇવે પર ફિલ્મી દ્રશ્યો સર્જાયા: થાર ગાડી વડે યુવકને કચડવાનો પ્રયાસ

નેશનલ હાઇવે પર આવેલી વિશાલ હોટલના ગ્રાઉન્ડમાં મોડી રાત્રે જૂની અદાવતને લઈ પાંચ શખ્સોએ હિંસક હુમલો કરી આતંક મચાવ્યો હતો. ગાડી આડી ઉતારવા જેવી નજીવી બાબતનું મનદુઃખ રાખી આરોપીઓએ યુવક પર થાર ગાડી ચડાવી દઈ ફ્રેક્ચર જેવી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી અને સ્કોર્પિયો ગાડીમાં તોડફોડ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

માળીયાના વાડા વિસ્તારમાં રહેતા રફીકભાઈ કાદરભાઈ જેડા (ઉ.વ. ૨૬) એ પોલીસમાં નોંધાવેલી ફરિયાદ મુજબ, અગાઉ આરોપી મોશીન મોવર સાથે સામસામે ગાડી આવી જવા બાબતે બોલાચાલી થઈ હતી. આ વાતનું વેર રાખી, ગત તા. ૨૮/૦૩/૨૦૨૬ ના રોજ રાત્રે ૧:૩૦ વાગ્યાના અરસામાં જ્યારે રફીકભાઈ અને તેમના મિત્ર નવાબ સ્કોર્પિયો ગાડી લઈ વિશાલ હોટલે ચા પીવા ગયા હતા, ત્યારે આરોપીઓએ હુમલો કર્યો હતો.
ફરિયાદમાં જણાવ્યા મુજબ, આરોપી મોશીન ક્રેટા ગાડી (GJ-36-AF-2029) લઈને આવ્યો હતો અને ગાળાગાળી શરૂ કરી હતી. દરમિયાન આરોપી ફારૂક નુરાલી મોવર પોતાની થાર ગાડી (GJ-36-AC-4710) પૂરઝડપે અને બેદરકારીથી ચલાવી ત્યાં ધસી આવ્યો હતો. ગભરાઈ ગયેલા સાહેદ નવાબે સ્કોર્પિયો ભગાવતા ફારૂકે તેની પાછળ થાર દોડાવી હતી. આ સમયે ગ્રાઉન્ડમાં ઉભેલા રફીકભાઈને ફારૂકે થારની અડફેટે લેતા તેમને ડાબા હાથમાં ફ્રેક્ચર અને જમણા પગે ગંભીર ઈજાઓ પહોંચી હતી.

હુમલાખોરો એટલેથી ન અટકતા, આરોપી ફારૂકે થાર ગાડી રિવર્સમાં લઈ સ્કોર્પિયોના આગળના ભાગે જોરદાર ટક્કર મારી નુકસાન પહોંચાડ્યું હતું. ત્યારબાદ આરોપીઓ મોશીન, ફારૂક, નુરાલી, વીરમ અને નવાઝ ક્રેટા તથા થાર ગાડીઓમાં ધોકા, છરી અને ધારીયા જેવા જીવલેણ હથિયારો સાથે અન્ય સાહેદોને મારવા પાછળ પડ્યા હતા. માળીયા પોલીસે આ મામલે મોશીન નુરાલીભાઇ મોવર,ફારૂક નુરાલીભાઇ મોવર,નુરાલી આમદભાઇ મોવર,વિરમભાઇ નુરાલીભાઇ મોવર, નવાજ ડાડા મોવર સહિતના પાંચેય આરોપીઓ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS) ની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધ્યો છે:

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,300SubscribersSubscribe

TRENDING NOW