HomeGujaratવાંકાનેરના જોધપરમાં રૂપિયાની લેતી દેતી મુદ્દે યુવાન સાથે મારમારી

વાંકાનેરના જોધપરમાં રૂપિયાની લેતી દેતી મુદ્દે યુવાન સાથે મારમારી

વાંકાનેર તાલુકાના જોધપર ગામ નજીક મારામારી તથા એટ્રોસિટીનો બનાવ સામે આવ્યો છે. પ્રાપ્ત વિગતો મુજબ જોધપર ગામના ઝાપા પાસે આવેલ મેસરીયા ઓ.પી વિસ્તારમાં આરોપી દ્વારા પૈસાની માંગણીને લઈ ઉશ્કેરાઈ હુમલો કરવામાં આવ્યો હોવાની ફરિયાદ નોંધાઈ છે. ફરિયાદ મુજબ વિજયભાઈ લખુભાઈ સોલંકી (રહે. જોધપર ગામ, તા. વાંકાનેર, જી. મોરબી) પાસે આરોપી અર્શદભાઈ આરીફભાઈ ઉર્ફે હકાભાઈ ભટ્ટી (રહે. જોધપર ખારી, તા. વાંકાનેર) બાલ-દાઢીના પૈસાની માંગણી કરી રહ્યો હતો. ફરીયાદીએ પૈસા આપી દેવાની વાત કરતા આરોપી અચાનક ઉશ્કેરાઈ ગયો હતો. આરોપીએ ફરીયાદીને જાહેરમાં ગાળો બોલી ઝપાઝપી કરી ગળા તથા શરીરના ભાગોમાં ઢીકાપાટુનો માર માર્યો હતો તેમજ જ્ઞાતિ વિશે અપમાનજનક શબ્દો ઉચ્ચારી જાહેરમાં અપમાનિત કર્યો હોવાનો આક્ષેપ ફરિયાદમાં કરવામાં આવ્યો છે.

આ બનાવ અંગે બી.એન.એસ. 2023 ની કલમ 115(2), 352 તથા એટ્રોસિટી એક્ટની કલમ 3(1)(R), 3(1)(S) અને 3(2)(5-A) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. સમગ્ર મામલે કે.પી. પરમાર, નાયબ પોલીસ અધિક્ષક, એસ.સી./એસ.ટી. સેલ મોરબી દ્વારા આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.
RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,300SubscribersSubscribe

TRENDING NOW