HomeGujaratટંકારા: મિતાણાની ફેક્ટરીના મેદાનમાંથી 1.50 લાખના કોપર કેબલની ચોરી, અજાણ્યા તસ્કરો વિરુદ્ધ...

ટંકારા: મિતાણાની ફેક્ટરીના મેદાનમાંથી 1.50 લાખના કોપર કેબલની ચોરી, અજાણ્યા તસ્કરો વિરુદ્ધ ફરિયાદ

ટંકારા તાલુકામાં ચોરીની વધુ એક ઘટના સામે આવી છે, જેમાં તસ્કરોએ મિતાણા ગામની સીમ વિસ્તારમાં આવેલી ફેક્ટરીને નિશાન બનાવી અંદાજે રૂ. 1.50 લાખના કોપર કેબલ ચોરી કરી ફરાર થઈ ગયા હતા. આ બનાવ અંગે ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, રાજકોટના કાલાવડ રોડ પર આવેલ અનંતા સોસાયટીમાં રહેતા અને મૂળ ધોરાજી તાલુકાના વાડોદર ગામના રહેવાસી મુકેશભાઈ નાથાભાઈ ઝાલાવાડીયાએ અજાણ્યા શખ્સ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં જણાવ્યા મુજબ, ટંકારાના મિતાણા ગામની સીમમાં આવેલી ‘ફલોરોન’ ફેક્ટરીના ખુલ્લા મેદાનમાં રાખેલા નાની-મોટી સાઈઝના કોપર કેબલના ગુંચળા, જેનું કુલ વજન આશરે 150 કિલોગ્રામ અને કિંમત અંદાજે રૂ. 1,50,000 થાય છે, તે કોઈ અજાણ્યો ચોર ચોરી કરી ગયો હતો. પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,300SubscribersSubscribe

TRENDING NOW