HomeGujaratવાંકાનેરમાં જૂની અદાવતનો ખાર રાખી ત્રણ શખ્સોએ યુવક પર ધોકા વડે હુમલો...

વાંકાનેરમાં જૂની અદાવતનો ખાર રાખી ત્રણ શખ્સોએ યુવક પર ધોકા વડે હુમલો કર્યો

વાંકાનેર શહેરના આરોગ્યનગર શેરી નંબર-03માં રહેતા રફીકભાઈ ઉમરભાઈ સદવાણી (ઉંમર 27) દ્વારા આરોપી જતીનભાઇ લાલજીભાઇ સારદીયા, મેરુભાઇ લાલજીભાઇ સારદીયા અને દિપકભાઇ ગીરધરભાઇ સારદીયા સામે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. ફરિયાદ મુજબ, થોડા દિવસો પહેલા તેમની અને મેરુભાઈ લાલજીભાઈ સારદીયા વચ્ચે બોલાચાલી થઈ હતી, જેના કારણે આરોપીઓએ મનદુખ રાખ્યું હતું.

આ ઘટનાના કારણે મેરુભાઈ સાથે જતીનભાઈ લાલજીભાઈ સારદીયા અને દીપકભાઈ ગીરધરભાઈ સારદીયાએ મળી ફરીયાદી સાથે ગાળાગાળી કરી અને ધોકા વડે મારપીટ કરી હતી. ઉપરાંત, જો આ મામલે પોલીસમાં ફરિયાદ કરશે તો વધુ માર મારવાની ધમકી પણ આપી હોવાનું ફરિયાદમાં જણાવ્યું છે. પોલીસે ફરિયાદના આધારે આરોપીઓ સામે ગુનો નોંધી વધુ તપાસ અને કાયદેસરની કાર્યવાહી શરૂ ક

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,440SubscribersSubscribe

TRENDING NOW