આયુષ હોસ્પિટલના જાણીતા ડૉ. સત્યજીતસિંહ જાડેજાએ ફરી એક વખત અદ્દભૂત સફળતા હાંસલ કરી છે. મરણાસન્ન સ્થિતિમાં પહોંચેલા અને હૃદય બંધ થઈ ગયેલા દર્દીને તેમણે નવી જિંદગી આપી છે.
27 એપ્રિલ, 2026ના રોજ વહેલી સવારે 78 વર્ષની એક મહિલા દર્દીને ગંભીર હાલતમાં આયુષ હોસ્પિટલના ઇમરજન્સી વિભાગમાં લાવવામાં આવ્યા હતા. તપાસ દરમ્યાન ડૉ. જાડેજાએ નોંધ્યું કે દર્દીને હાર્ટ એટેક આવ્યો હતો અને તેમનું હૃદય સંપૂર્ણપણે બંધ થઈ ગયું હતું. તાત્કાલિક CPR દ્વારા કૃત્રિમ રીતે હૃદયને ફરી ધબકતું બનાવવામાં આવ્યું.
દર્દીનું બ્લડ પ્રેશર અત્યંત ઓછું હોવાથી માપવું મુશ્કેલ હતું, તેથી તેમને તરત જ વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા. સાથે જ દર્દીને પલ્મોનરી એડીમા જેવી ગંભીર સ્થિતિ હતી, ફેફસાંમાં ચેપ હતો, કિડની પર અસર પડી હતી અને શરીરમાં હિમોગ્લોબિનનું પ્રમાણ પણ ખૂબ ઓછું હતું. આ તમામ ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને દર્દીને ICUમાં દાખલ કરીને ડૉ. સત્યજીતસિંહ જાડેજાની દેખરેખ હેઠળ સારવાર શરૂ કરવામાં આવી.
સચોટ અને સમયસર મળેલી સારવારના પરિણામે માત્ર એક અઠવાડિયામાં દર્દીની સ્થિતિમાં નોંધપાત્ર સુધારો થયો અને તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી.

