ટંકારા તાલુકાના ગજડી ગામના આંબલીપરા વિસ્તારમાં રહેતી દેવદેબેન ભુરાભાઈ સવસેટાએ ટંકારા પોલીસ સ્ટેશનમાં આરોપી કાનાભાઇ હીરાભાઇ જારીયા, શોભનાબેન કાનાભાઇ જારીયા અને જયશ્રીબેન ભુપતભાઇ જારીયા સામે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ તેમના ભાઈ દ્વારા ખેતી માટે આપવામાં આવેલી જમીન બાબતે ગામના કાનાભાઈ હીરાભાઈ જારીયા, શોભનાબેન કાનાભાઈ જારીયા અને જયશ્રીબેન ભુપતભાઈ જારીયાને મનદુઃખ હતું.
આ મનદુઃખને પગલે આરોપીઓએ ફરીયાદીને અપશબ્દો બોલી ઝઘડો કર્યો હતો. ત્યારબાદ લાકડી વડે હુમલો કરી પગના ભાગે ઇજા પહોંચાડી હતી તેમજ ઢીકા-પાટુનો માર મારી શરીરે ઈજા પહોંચાડ્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. સાથે જ જાનથી મારી નાખવાની ધમકી આપ્યાનું પણ ફરિયાદમાં જણાવાયું છે. ટંકારા પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંઘી વધુ તપાસ હાથ ધરી છે.

