HomeGujaratમાળિયાના મોટા દહીસરામાં એસીડ પી વૃદ્ધનો આપઘાત, ખીરસરામાં પાણીના વ્હેણમાં ડૂબી જતા...

માળિયાના મોટા દહીસરામાં એસીડ પી વૃદ્ધનો આપઘાત, ખીરસરામાં પાણીના વ્હેણમાં ડૂબી જતા વૃદ્ધનું મોત

માળિયા મિયાણા તાલુકાના મોટા દહીંસરા નજીક આવેલા સ્વામી વિવેકાનંદ નગરમાં રેહતા રવુભા મોમૈયાજી જાડેજા નામના 83 વર્ષીય વૃદ્ધ છેલ્લા 5 મહિનાથી માનસિક બીમારીથી પડાતા હતા હોય અને આ પીડાથી કંટાળી તેઓએ એસીડ પી આપઘાત કરી લીધો હતો જે અંગે માળિયા મિયાણા પોલીસ મથકમાં એડી નોધાઇ હતી.

આ ઉપરાંત  માળીયા મિયાણા તાલુકાના ખીરસરા ગામે એક દુખદ ઘટના સામે આવી છે, જેમાં ગામના એક 60 વર્ષીય વૃદ્ધનું તળાવના પાણીના નિકાલના વહેણમાં ડૂબી જવાથી મોત નિપજ્યું છે. પોલીસે આ મામલે અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, માળીયા મિયાણાના ખીરસરા ગામે રહેતા માનભાઇ ભગાભાઇ વાઘેલાનામના 60 વર્ષીય વૃદ્ધ ગઈકાલ તારીખ 17/04/2026 ના રોજ સાંજના પાંચ વાગ્યા પહેલાના સમયગાળા દરમિયાન ગામ પાસે આવેલા તળાવના પાણીના નિકાલની વેણમાં નાહવા માટે ગયા હતા. નાહતી વખતે અચાનક પાણીના વહેણમાં ડૂબી જવાથી તેમની હાલત ગંભીર થઈ હતી. બનાવને પગલે તેમને તાત્કાલિક સારવાર અર્થે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જોકે, ત્યાં હાજર મેડિકલ ઓફિસર ડો. રુચિ બળદેવ દ્વારા તપાસ બાદ તેમને ફરજ પર મૃત જાહેર કરવામાં આવ્યા હતા.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,600SubscribersSubscribe

TRENDING NOW