મોરબીના રાજપર ગામે પિયરમાં રહેતી 25 વર્ષીય કૃપાબેન અંકિતભાઈ અગોલાએ તેમના પતિ અંકિતભાઈ ભાવેશભાઈ અગોલા, સાસુ મીનાબેન ભાવેશભાઈ અગોલા (રહે. આનંદ બંગ્લોઝ, રાણેકપર રોડ, હળવદ) તેમજ નણંદ અર્પિબેન જીલભાઈ વડગાસીયા (રહે. મહેન્દ્રનગર, મોરબી) વિરુદ્ધ મોરબી મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદમાં કૃપાબેને જણાવ્યું છે કે પતિ, સાસુ અને નણંદ દ્વારા વારંવાર નાની-નાની બાબતોને લઈને તેમજ ઘરકામ સંબંધિત મુદ્દાઓ પર હેરાનગતિ કરવામાં આવતી હતી. મેણાંટોણાં મારી માનસિક ત્રાસ આપવામાં આવતો હતો અને પતિ દ્વારા અનેક વખત મારકૂટ પણ કરવામાં આવતી હતી. પરિવારના સભ્યો એકબીજાને ચડામણી કરી શારીરિક તેમજ માનસિક દુઃખ પહોંચાડતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

