HomeGujaratમાળીયા મી.ના હરીપર ગામે 30/04/2026ના રોજ અગરિયાઓ ના લાભાર્થે સર્વ રોગ નિદાન...

માળીયા મી.ના હરીપર ગામે 30/04/2026ના રોજ અગરિયાઓ ના લાભાર્થે સર્વ રોગ નિદાન કેમ્પ યોજાયો

માળીયા (મી.) હરીપર પ્રાથમિક શાળા ખાતે અગર વિસ્તારનાં પ્રજાજનો માટે અને તેમના સ્વાસ્થ્ય સુખાકારી માટે મોબાઈલ હેલ્થ યુનિટ માળીયા દ્વારા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી,જિલ્લા પંચાયત આરોગ્ય શાખાનાં માર્ગદર્શન હેઠળ અને અગરિયા હિત રક્ષક મંચનાં સહયોગથી સર્વ રોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. કેમ્પમાં વિનામૂલ્યે સારવાર અને દવા આપવામાં આવી હતી અને ડાયાબિટીસનાં દર્દીઓ માટે સુગરની તપાસ,પ્રસુતિની તપાસ,મલેરીયાની તપાસ,બીપી તપાસ,હિમોગ્લોબીન તપાસ પણ કરવામાં આવી હતી.આ કેમ્પમાં 194 જેટલા અગરીયા ભાઈ- બહેનોએ લાભ લીધો હતો.

આ કેમ્પમાં અનુભવી ડોક્ટરની ટીમ દ્વારા દર્દીની યોગ્ય તપાસ કરી સંપૂર્ણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમજ ડર્મેટોલોજિસ્ટ વગેરે ડોકટરો ની અનુભવી ટીમ દ્વારા સેવા આપવામાં આવી હતી.આ કેમ્પને સફળ બનાવવામાં તાલુકા હેલ્થ ઓફિસર ડો. બાવરવા સાહેબ ,એમ.એચ. યુ.મેડિકલ ઓફિસર ડો. રાકેશ ગોલતર, ડો. ઉર્જા ગોપાણી,એમ.પી.એચ.ડબલ્યુ કમલેશ નિમાવત, કિશન ભાઈ તથા કોમ્યુનિટી હેલ્થ ઓફિસર હનન મન્સુરી ફી.હે.વ. સંજીરા બાદી તેમજ આંગણ વાડી વર્કર નિશા બેન વીરડા, આશા ગીતા બેન બોરીચા અને અગરિયા હિત રક્ષક મંચ મારૂતસિંહ બારૈયાએ વિશેષ સહયોગ આપ્યો હતો. આ કેમ્પને સફળ બનાવવા ડ્રાઈવર ઉસ્માન ભાઈ અગરિયા હિત રક્ષક મંચ મારુતસિંહ બારૈયા તથા કમલેશ ભાઈ નિમાવતે ભારે જહેમત ઉઠાવી હતી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,290SubscribersSubscribe

TRENDING NOW